મુસાફરોની માહિતી નહિં રાખનાર બે હોટલના સંચાલકો સામે ગુનો
વડોદરાઃ હોટલોમાં ગ્રાહકોની નોંધ તેમજ સીસીટીવી ફૂટેજ સહિતના નિયમોનું પાલન કરવા માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું છે.જે સંદર્ભે એસઓજી દ્વારા પથિક સોફ્ટવેરમાં તમામ હોટલોની માહિતી મેળવવામાં આવતી હોયછે.જે હોટલના સંચાલક મુસાફરોની માહિતી ના રાખે તેની સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે.
એસઓજીએ ગઇકાલે હરણી ગોલ્ડન ચોકડી પાસે સાંઇશ્રધ્ધા હોટલ અને હોટલ આગમનમાં તપાસ કરતાં ગ્રાહકોની નોંધ નહિં રાખવામાં આવી હોવાની તેમજ બંને હોટલોએ પથિક સોફ્ટવેરમાં રજિસ્ટ્રેશન નહિ ંકરાવ્યું હોવાની વિગતો જણાઇ આવી હતી.જેથી પોલીસે સાંઇ શ્રધ્ધા હોટલના સંચાલક રોહન ઓમપ્રકાશ ખીચી (પંચમ ડુપ્લેક્સ,ન્યુ વીઆઇપી રોડ) અને હોટલ આગમનના સંચાલકગણેશ ખેમરાજજી મીણા(રહે.આગમન હોટલ,દરજીપુરા, વડોદરા મૂળ સીડ ગામ,ઉદેપુર,રાજસ્થાન) સામે ગુનો નોંધ્યો હતો.