Get The App

પત્નીની ઘાતકી હત્યા કરનાર પતિને મકાન ભાડે આપનાર મકાનમાલિક સામે ગુનો

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
પત્નીની ઘાતકી હત્યા કરનાર પતિને મકાન ભાડે આપનાર મકાનમાલિક સામે ગુનો 1 - image


વડોદરાઃ ગોરવામાં પત્નીની ઘાતકી હત્યા કરનાર પતિને મકાન ભાડે આપનાર મકાન માલિક સામે પણ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવા  બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. ગોરવા મધુનગર બ્રિજ પાસે સોફિયા પાર્કમાં રહેતા મોઇનખાન ભૂરેખાન પઠાણે (મૂળ બરગૈન,કાસગંજ,યુપી)એ દહેજમાં મળેલી બાઇકના હપ્તા નહિં ભરાતાં પત્ની પાસે રૃપિયા લાવવા દબાણ કરી ત્રાસ ગુજાર્યો હતો.મોઇનખાન કોઇને કોઇ કારણસર પત્નીને ત્રાસ આપતો હતો અને બનાવને દિવસે તેણે પત્નીના માથામાં તવો ઝીંકતા તેનું મોત થયું હતું.જેથી ગોરવા પોલીસના પીઆઇ કિરિટ લાઠિયાએ મોઇનની ધરપકડ કરી હતી.

આ બનાવમાં પોલીસે મોઇનખાન જે મકાનમાં ભાડેથી રહેતો હતો તેના માલિક સિરાજ અભેસિંગ રાઠોડ પાસે ભાડા કરાર અંગે પોલીસને જાણ કરી છે કે કેમ તેની વિગતો માંગી હતી.પરંતુ હજી સુધી તેમણે વિગતો પુરી નહિં પાડતાં પોલીસે મકાન માલિક સામે પરપ્રાંતીયને ભાડે આપેલા મકાનની જાણ નહિં કરવા બદલ ગુનો નોંધ્યો છે.


Google NewsGoogle News