માંજલપુરમાં રહેતા સ્ક્રેપના વેપારીના ઘરે થયેલી ચોરીમાં ગુનો દાખલ

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
માંજલપુરમાં રહેતા સ્ક્રેપના વેપારીના ઘરે થયેલી ચોરીમાં ગુનો દાખલ 1 - image


Vadodara Theft Case : સુરતની 5.87 કરોડની ચોરીમાં યુપીથી પકડાયેલા સ્ક્રેપના વેપારીના ઘરે થયેલી ચોરીના બનાવવામાં પોલીસે ગુનો દાખલ કર્યો છે.

 એલએન્ડટી કંપનીમાંથી 5.87 કરોડના પાઇપની ચોરી થઈ હતી. જે અંગે હજીરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. ચોરીનો માલ ખરીદનાર વેપારી રિયાઝ ઇલ્યાસખાન પઠાણ પોલીસે વધુ શોઘખોળ હાથ ઘરતા યુપી વતનમાં જતો રહ્યો હતો. બે દિવસ પહેલા સુરત પોલીસની ટીમએ યુપીથી તેને ઝડપી પાડ્યો હતો. જે દિવસે તે યુપીમાં પકડાયો તેજ રાત્રે તેના ઘરમાંથી ચોરી થઈ હતી. જે અંગે તેની પત્ની નિશાબાનુંએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ નોંધાવી છે. અને તિજોરીમાંથી રોકડા દોઢ લાખની ચોરી થઈ હોવાનું પોલીસને જણાવ્યું છે.


Google NewsGoogle News