મહુડી ગામે આંબો કાપવા બાબતે દંપતિ પર ધારિયા વડે હુમલો
ઇજાગ્રસ્તે પિતા અને પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવી
માણસા તાલુકાના મહુડી ગામે રહેતા અને ખેતીવાડી કરી
પરિવારનું ગુજરાન ચલાવતા રંગતસિંહ સુરસિંહ રાઠોડની ખેતીની મહુડી ગામની સીમમાં
તેમના મકાનની પાછળ સાસરીવાળા ખેતરમાં આવેલી છે જ્યાં ગઈકાલે તેઓ ઘરે હાજર હતા તે
વખતે તેમના ખેતર પડોશી હિરસિંહ દેવુંસિંહ રાઠોડ તથા તેમનો પુત્ર સુભાષસિંહ હિરસિંહ
રાઠોડ આવ્યા હતા અને બંનેના ખેતરના શેઢા પર વાવેલા આંબાના ઝાડના ડાળા કાપતા હતા તે
વખતે રંગતસિંહે તેમને ઝાડ કાપવાનું ના
કહેતા ઉશ્કેરાયેલા આ પિતા પુત્ર એ અચાનક ધારિયા વડે હુમલો કરી જાનથી મારી નાખવાના
ઇરાદે રંગતસિંહને માથાના ભાગે ધારિયું ફટકાર્યું હતું તથા હાથના ભાગે પણ ઘા મારી
ઈજા પહોંચાડી હતી તો આ વખતે ભારે હોબાળો થતા તેમના પત્ની ત્યાં આવી પહોંચ્યા હતા
જેમના પર પણ આ પિતા પુત્ર એ ધારિયા વડે હુમલો કર્યો હતો.
જેના કારણે ગંભીર ઘાયલ થયા હતા અને આજુબાજુથી દોડી આવેલા
લોકોને જોઈ બંને હુમલાખોર પિતા પુત્ર ત્યાંથી ભાગી છૂટયા હતા અને આ દંપતીને જાનથી મારી નાખવાની ધમકી હતી તો બીજી
બાજુ ઇજાગ્રસ્ત બંનેને ગામ લોકોએ પ્રથમ માણસા અને ત્યારબાદ ગાંધીનગર અને અમદાવાદ
સારવાર માટે મોકલ્યા હતા જ્યાં ઇજાગ્રસ્ત રંગતસિંહની ફરિયાદને આધારે માણસા પોલીસે
હુમલાખોર પિતા પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.