ડભોઇ રોડ પર થયેલી મારામારીમાં વળતી ફરિયાદ નોંધાઇ

નાસ્તો કરવા આવેલા રિક્ષા ડ્રાઇવરે દંપતી પર હુમલો કર્યો

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
ડભોઇ રોડ પર થયેલી મારામારીમાં વળતી ફરિયાદ નોંધાઇ 1 - image

વડોદરા,ડભોઇ રોડ પર નાસ્તાની લારી ચલાવતા દંપતી પર હુમલો કરનાર રિક્ષા ડ્રાઇવર સામે કપુરાઇ પોલીસે  ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વારસિયા શીતળા માતા મહોલ્લામાં રહેતા અજય શંકરભાઇ કહારે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૧૪ મી એ  હું તથા મારી પત્ની જયશ્રી ડભોઇ રોડ પર અમારી નાસ્તાની લારી  પર હતા. તે સમયે એક ગ્રાહક આવ્યો  હતો. તેણે ચાર બોઇલ ફ્રાઇ માંગ્યા હતા. જેના ૧૨૦ રૃપિયા થયા હતા. તે ગ્રાહકે આટલા રૃપિયા ના હોય તેવું કહીને બોલાચાલી કરી હતી. અમને ગાળો બોલી મારી પત્નીને ધક્કો મારતા તે નીચે પડી ગઇ હતી.  હું તેને બચાવવા જતા મારી પર હુમલો કર્યો હતો. તેણે અમારી લારીમાંથી જ તપેલું લઇને મારતા મને અને મારી પત્નીને ઇજા થઇ હતી. અમે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ત્યારે જાણવા મળ્યું હતું કે, હુમલાખોરનું નામ રિતેશ પટેલ છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ રિતેશ પટેલે પણ ફરિયાદ નોંધાવી હતી.


Google NewsGoogle News