Get The App

૯ લાખનો વિદેશી દારૃ ભરેલું કન્ટેનર પોલીસે પકડયું

દારૃ મુંબઇ તરફથી સૌરાષ્ટ્ર તરફ જતુું હતું : કુલ ૨૯.૨૬ લાખનો મુદ્દામાલ કબજે

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News

 ૯ લાખનો વિદેશી દારૃ ભરેલું કન્ટેનર પોલીસે પકડયું 1 - imageવડોદરા,૯.૦૭ લાખનો વિદેશી દારૃ ભરેલું કન્ટેનર લઇને મુંબઇ તરફથી સૌરાષ્ટ્ર જતા ડ્રાઇવરને પીસીબી પોલીસે ફાજલપુર ખાતેથી ઝડપી પાડયો છે.

પીસીબી  પોલીસને માહિતી મળી હતી કે, મુંબઇ તરફથી એક કન્ટેનરમાં વિદેશી દારૃનો જથ્થો ભરીને સૌરાષ્ટ્ર તરફ જવાનું છે.  આ કન્ટેનર નવા સુપર  એક્સપ્રેસ હાઇવે થઇ ફાજલપુર થઇ નીકળવાનું છે. જેથી, પીસીબી પી.આઇ. સી.બી. ટંડેલની સૂચના મુજબ, સ્ટાફે વોચ ગોઠવી કન્ટેનરે પકડયું હતું. કન્ટેનરમાં પ્લાસ્ટિકના રો મટિરિલની આડમાં વિદેશી દારૃનો જથ્થો ભર્યો હતો. પોલીસે ડ્રાઇવર  ભાગીરથ ઉર્ફે ભરત  હીરારામ ગોદારા (રહે. સૂર્યા પેલેસ સોસાયટી, અંકલેશ્વર જી.આઇ.ડી.સી. મૂળ રહે. રાજસ્થાનને ઝડપી પાડી નંદેસરી પોલીસને સોંપી દીધો છે. આરોપી સામે અગાઉ હરણી પોલીસ સ્ટેશનમાં પણ ગુનો  દાખલ થયો હતો તેમજ પાસા હેઠળ પણ તેની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે દારૃની ૨,૨૬૮ બોટલ કિંમત રૃપિયા ૯.૦૭ લાખ, મોબાઇલ ફોન, રોકડા, પ્લાસ્ટિકનું રો મટિરિયલ અને કન્ટેનર મળીને કુલ ૨૯.૨૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.


Google NewsGoogle News