ડૂપ્લિકેટ ઓઇલ બનાવતી ફેક્ટરીના કેસમાં ફરિયાદ નોંધાઇ

પોલીસે બે ભાઇઓને ઝડપી પાડી બ્રાન્ડેડ કંપનીઓ જેવા જ પાઉચ તેમજ મશીનરી કબજે કરી હતી

Updated: Dec 2nd, 2023


Google NewsGoogle News
ડૂપ્લિકેટ ઓઇલ બનાવતી ફેક્ટરીના કેસમાં ફરિયાદ નોંધાઇ 1 - image

 વડોદરા, શહેર એસોજીએ બ્રાન્ડેડ કંપનીઓનું ડૂપ્લિકેટ ઓઇલ બનાવતી મિનિ ફેક્ટરી ઝડપી પાડી હતી. તે કેસમાં  પકડાયેલા બે ભાઇઓ સામે કંપની તરફથી રાવપુરા  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

એસઓજી પોલીસને માહિતી મળી હતી કે, રાજમહેલરોડ વિસ્તારમાં કુમેદાન ફળિયા ખાતે મકાનના બીજા માળે રહેતા મોહસિન યાકુબભાઈ મસકવાલા અને યાસિન યાકુબભાઈ મસકવાલા લૂઝ ઓઇલ માંથી પોતાના ઘરે ડૂપ્લિકેટ ઓઇલના સીલ બંધ પાઉચ તેમજ બોટલ પેક કરીને ભેંસવાડા ખાતે ટ્રસ્ટના ભાડે લીધેલા મકાનમાં સ્ટોક રાખ્યો છે. જેથી, પોલીસે દરોડો પાડીને  લૂઝ ઓઇલમાંથી કેસ્ટ્રોલ,સર્વો,હીરો એસ.પી.જેવી બ્રાન્ડના પેક ઓઇલ તૈયાર કરવાની મશીનરી અને સાધનો સહિત ૬.૧૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે બે ભાઇઓ મોહસીન યાકુબભાઇ મસકવાલા તથા યાસીન યાકુબભાઇ મસકવાલા ( બંને રહે. કુમેદાન ફળિયું, રાજમહેલ રોડ)ને ઝડપી પાડયા હતા. આ અંગે કંપની તરફથી ઇઆઇપીઆર કંપનીના ઇન્વેસ્ટિગેશન ઓફિસરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


Google NewsGoogle News