ઓલ્ડ પાદરા રોડ પર રહેતા ચેસ ચેમ્પિયનનો ફાંસો ખાઇને આપઘાત

જ્યાં ચેસ કોચિંગના ક્લાસ ચલાવતા હતા ત્યાં જ પંખા પર દુપટ્ટાથી ફાંસો ખાઇ લીધો

Updated: May 15th, 2024


Google NewsGoogle News
ઓલ્ડ પાદરા  રોડ પર રહેતા ચેસ ચેમ્પિયનનો ફાંસો ખાઇને આપઘાત 1 - image

 વડોદરા,ઓલ્ડ પાદરા રોડ પર રહેતા અને વાસણા ભાયલી રોડ પર ચેસ કોચિંગના ક્લાસ ચલાવતા ચેસ ચેમ્પિયને અગમ્ય કારણોસર ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે ગોત્રી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ઓલ્ડ પાદરા રોડ રિલાયન્સ મોલની પાછળ સ્પ્રિંગ વૂડ - ૧ માં રહેતા ૪૨ વર્ષના પૃથ્વીરાજ ગોવિંદલાલ લેઉવા ચેસ ચેમ્પિયન હતા. તેઓ વાસણા ભાયલી રોડ રોનક એપાર્ટમેન્ટમાં ચેસ કોચિંગના ક્લાસ ચલાવતા હતા. તેમની પત્ની વાસણા ડી માર્ટ પાસે આઇસક્રીમ પાર્લર ચલાવતી હતી. ગઇકાલે  રાતે પત્ની સાથે તેઓ આઇસક્રીમની દુકાન પર હતા. નવ વાગ્યે તેઓ ક્લાસ પર જઇને આવું છું.  તેવું કહીને દુકાન પરથી નીકળ્યા હતા. પાન પાર્લર પર સીગારેટ પીને તેઓ ક્લાસમાં ગયા હતા. એક કલાક થવા છતાંય તેઓ પરત આઇસક્રીમની દુકાને નહીં આવતા પત્નીએ કોલ કર્યો હતો. પરંતુ, તેમણે કોલ રિસિવ કર્યો નહતો. પત્નીએ વારંવાર કોલ કરવા છતાંય તેમણે કોલ રિસિવ નહી ંકરતા  પત્નીએ પાન પાર્લરવાળા ભાઇને  તપાસ કરવા કહેતા તેઓએ ઉપર જઇને તપાસ કરતા  પૃથ્વીરાજ ફાંસો ખાધેલી હાલતમાં હતા. જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા  ગોત્રી  પોલીસ સ્ટેશનના હે.કો.  હરેશભાઇએ સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી. જોકે, આપઘાતનું કોઇ કારણ જાણી શકાયું નથી. તેઓનો લગ્ન ગાળો ૧૦ વર્ષનો  હતો. પરંતુ, તેઓને  કોઇ સંતાન નહતું. પૃથ્વીરાજ મૂળ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા હતા. પરંતુ, વર્ષોથી વડોદરામાં સ્થાયી હતા. તેઓ ચેસ ચેમ્પિયન  હતા. પરંતુ, કઇ ટૂર્નામેન્ટમાં તેઓ જીત્યા  હતા.  તેની વિગતો હજી પોલીસને મળી નથી. કારણકે તેમના પરિવારજનો આઘાતમાં હોઇ વધુ પૂછપરછ થઇ શકી નથી.


Google NewsGoogle News