બરાનપુરામાં વ્યંઢળો વચ્ચે તકરાર થતા રાયોટિંગનો ગુનો દાખલ

વ્યંઢળોને છોડાવવા માટે વચ્ચે પડેલા પોલીસ જવાનને પણ ઇજા : સ્થળ પરથી ચાકુ મળી આવ્યું

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News
બરાનપુરામાં વ્યંઢળો વચ્ચે તકરાર થતા રાયોટિંગનો ગુનો દાખલ 1 - image

વડોદરા,શહેરના બરાનપુરા શિવાજી ચોકમાં વ્યંઢળો વચ્ચે મારામારી થતા મામલો વાડી પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત વ્યંઢળોેને સારવાર માટે સયાજી  હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. વાડી પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, સયાજી હોસ્પિટલમાં આજે બપોરે વેભાવીકુંવર, કુસુમકુમાર (ઉ.વ.૨૦), પલ્લવીકુંવર (ઉ.વ.૨૫) તથા વૈશાલીકુંવર કોયાકુંવર (ઉ.વ.૨૦) (રહે. જરોદ ગામ, તા. વાઘોડિયા) સારવાર માટે દાખલ થયા હતા. તેઓએ ફરજ  પરના ડોક્ટરને  જણાવ્યું હતું કે, આજે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં બરાનપુરા શિવાજી ચોક, મહાદેવ અખાડા પાસે શીલામાસી, ઉર્મિલા માસી તથા અન્ય ૪૦ લોકોએ પ્લાસ્ટિકની પાઇપથી હુમલો કર્યો હતો. તેઓને માથામાં, ગાલ પર તથા ચહેરા પર  ઇજા પહોંચી હતી. જે  પૈકી વેભાવીકુંવર અર્ધ બેભાન હાલતમાં છે. જ્યારે અન્ય બે ભાનમાં છે. બનાવની જાણ વાડી પોલીસને થતા  પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો. બરાનપુરામાં ફરીથી મારામારી ના થાય તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.બનાવ અંગે  પોલીસે જણાવ્યું હતું કે, બરાનપુરાનો સમાજ ઇજાગ્રસ્તોને પોતાના સમાજમાં સ્વીકારવા તૈયાર નથી. તેઓના વચ્ચે સમાજના નીતિનિયમો બાબતે તકરાર હતી જેના સમાધાનમાં તેઓ આજે ભેગા થયા હતા તે દરમ્યાન ઉર્ગ બોલાચાલી થતા મામલો બિચકીયો હતો. જેના કારણે ઇજાગ્રસ્તો સહિત સાત થી આઠ વ્યંઢળો મારામારી કરવા માટે બરાનપુરા આવ્યા હતા. જ્યાં તેઓને માર પડતા ઇજા થઇ હતી ત્યારબાદ તેઓ સયાજી હોસ્પિટલમાંથી જતા રહ્યા હોવાથી તેમની ફરિયાદ લેવાઇ નથી. પોલીસે બરાનપુરામાં રહેતા વ્યંઢળની ફરિયાદના આધારે રાયોટિંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં છોડાવવા માટે વચ્ચે પડેલા એક પોલીસ જવાનને પણ હાથ પર સાધારણ ઇજા થઇ હતી પોલીસને સ્થળ પરથી એક ચાકુ મળી આવ્યું છે.


Google NewsGoogle News