પતિ - પત્ની વચ્ચે મારામારી થતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
પતિ પર પત્ની શંકા કરતી હોવાનો વહેમ રાખી ઝઘડો
વડોદરા,પતિએ પત્ની સાથે ઝઘડો કરી માર મારતા મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તરસાલી ઉમા વિદ્યાલયની પાસે વક્રતુંડ સોસાયટીમાં રહેતા કાજલબેને મકરપુરા પોલીસ સ્ટેશનમાં પતિ કેતન તથા તેમના નજીકમાં રહેતા દંપતી સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પતિ તરસાલી શરદ નગર ખાતે ન્યૂ આવકાર લેડિઝ ટેલરના નામે દુકાન ચલાવે છે. ગત તા.૪ થી એ રાતે નવ વાગ્યે મારા પતિ ઘરની બાલ્કનીમાં કપડા બદલવા ગયા હતા. તે વખતે હું તેમની પાસે ગઇ તો તેઓએ મને હડસેલી દીધી હતી અને ગાલ પર તમાચા મારી દીધા હતા. હું બૂમાબૂમ કરીને નીચે ઉતરી ગઇ હતી. મારા પતિ પણ નીચે પાર્કિંગમાં આવી ગયા હતા. તે દરમિયાન એક દંપતી પણ ત્યાં આવી ગયું હતું. દંપતી પૈકી પત્નીએ મારા વાળ પકડી ઝપાઝપી કરી કહ્યું હતું કે, તું મારા અને તારા પતિ પર કેમ વહેમાય છે ?