કિશોરીને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર સામે ગુનો દાખલ
હું મરી જઇશ અને અંતિમ ચિઠ્ઠીમાં તારૃં નામ લખતો જઇશ
વડોદરા, શહેરમાં રહેતી સગીરાનો પીછો કરી મરી જવાની તેમજ અંતિમ ચિઠ્ઠીમાં તેનું નામ લખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારનાર આરોપી સામે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
શહેરની ૧૪ વર્ષની કિશોરીને પોતાની સાથે સંબંધ રાખવા માટે આરોપી સતત દબાણ કરતો હતો. આરોપી સગીરાને એવી ધમકી આપતો હતો કે, તું મારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો હું દવા પીને મરી જઇશ અને અંતિમ ચિઠ્ઠીમાં તારૃં નામ લખતો જઇશે. આરોપીની ધમકીના કારણે ડરી ગયેલી કિશોરીએ તેની સાથે સંબંધ રાખ્યો હતો. આરોપીએ સગીરાને બ્લેકમેલ કરી તેની સાથે પાંચ વખત પોતાના તથા કિશોરીના ઘરે જઇ શારીરિક સંબંધ બાંધ્યા હતા. આરોપીની ધમકીથી કંટાળીને છેવટે કિશોરીની માતાએ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.