Get The App

પુત્રવધૂ સાથે અશ્લિલ હરકતો કરતા સસરા સામે ગુનો દાખલ

પતિને ફરિયાદ કરી તો પતિએ પણ કોઇ ધ્યાન ના આપતા છેવટે પરિણીતા પોલીસ સ્ટેશન પહોંચી

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
પુત્રવધૂ સાથે અશ્લિલ હરકતો કરતા સસરા સામે  ગુનો દાખલ 1 - image

વડોદરા,લગ્નના એક જ મહિનામાં સસરાએ અશ્લિલ હરકતો શરૃ કરતા પરિણીતા કંટાળી ગઇ હતી. એક વર્ષ સુધી સસરાનો ત્રાસ સહન કર્યા પછી પરિણીતાએ કંટાળીને પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરી  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નવાયાર્ડ વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન એક વર્ષ પહેલા સમાજના રિત રિવાજ મુજબ થયા હતા. લગ્ન  પછી યુવતી સાસરીમાં રહેવા ગઇ હતી. પરિણીતા જ્યારે ઘરે એકલી હોય ત્યારે તેના સસરા બીભત્સ વાતો અને હરકતો કરતા હતા. લગ્નને એક મહિનો પણ પૂરો થયો નહતો ત્યારે એક દિવસ પરિણીતાના પતિ નોકરી ગયા હતા, સાસુ બહારગામ ગયા હતા. તે દરમિયાન પરિણીતાની એકલતાનો લાભ ઉઠાવી સસરાએ અશ્લિલ હરકતો શરૃ કરી હતી. સસરાએ શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરી પુત્રવધૂના કપડા કાઢવાની કોશિશ કરી હતી. પૂત્રવધૂએ બૂમો પાડતા સસરા જતા રહ્યા હતા. લગ્નની પહેલી રાતે શું થયું . જેવા સવાલ સસરા કરતા હતા. હોંશિયાર પુત્રવધૂએ સસરાની અશ્લિલ વાતોનું રેકોર્ડિંગ કરી લીધું હતું. સસરા પુત્રવધૂને  કહેતા હતા કે, મારી પત્ની સાથે મને મજા આવતી નથી. સસરાની હરકતોથી કંટાળીને પરિણીતાએ પતિને વાત કરી હતી. પરંતુ, પતિએ કોઇ વાત ધ્યાને નહીં લેતા છેવટે પરિણીતાએ  પોલીસ ફરિયાદ કરી  હતી.  સસરાએ એવી પણ ધમકી આપી હતી કે,  પોલીસમાં ફરિયાદ કરીશ તો તને જીવતી સળગાવી દઇશ, કોઇને કંઇ ખબર પણ નહીં પડે.


Google NewsGoogle News