તાંદલજામાં ફૂટપાથ પર ગૌ માંસ વેચતા આરોપી સામે ગુનો દાખલ

નાપાડથી ગૌ માંસ લઇને આવી વેચાણ કરતો હતો

Updated: Apr 28th, 2024


Google NewsGoogle News

 તાંદલજામાં ફૂટપાથ પર ગૌ માંસ વેચતા આરોપી સામે ગુનો દાખલ 1 - imageવડોદરા,તાંદલજામાં ફૂટપાથ પર બેસીને ગૌ માંસ વેચતા આરોપીને એસ.ઓ.જી.એ ઝડપી પાડયો હતો. એફ.એસ.એલ.ના રિપોર્ટ આવ્યા પછી  પોલીસે તેની સામે ગુનો દાખલ કર્યો છે.

એસ.ઓ.જી.  પોલીસને માહિતી મળી હતી કે, તાંદલજા રોડ જી.ઇ.બી. સબ સ્ટેશનની સામે રોડની બાજુમાં ફૂટપાથ પર એક વ્યક્તિ થર્મોકોલના બોક્સમાં માંસ રાખી તેનું વેચાણ કરે છે.જેથી,  પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા માંસ વેચતો ઇંદ્રીશ ઇસ્માઇલભાઇ કુરેશી ( રહે. કાળી તલાવડી, મદીના મસ્જિદની સામે, એકતા નગર, તાંદલજા) મળી આવ્યો હતો. તેની  પાસેના બે બોક્સમાંથી ૪૫ કિલો માંસ મળી આવ્યું હતું. પોલીસે તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે,  હું છેલ્લા ૧૦ દિવસથી નાપાડમાં રહેતા અબ્દુલભાઇ પાસેથી ગૌ માંસ ખરીદી વેચાણ કરૃં છું. એફ.એસ.એલ., વેટેનરી ઓફિસર તથા કોર્પોરેશનના આરોગ્ય વિભાગના રિપોર્ટ આવ્યા  પછી પોલીસે ઇંદ્રીશ કુરેશી અને અબ્દુલ સામે ગુનો દાખલ કર્યો હતો. જે.પી.રોડ પોલીસે આ અંગે વધુ તપાસ  હાથ ધરી છે.


Google NewsGoogle News