Get The App

ખોડિયાર કાઠિયાવાડી ઢાબાના માલિક સામે ગુનો દાખલ

સગીર વયના કિશોરોને નોકરી પર રાખી કામ કરાવતા હતા

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News

 ખોડિયાર કાઠિયાવાડી ઢાબાના માલિક સામે ગુનો દાખલ 1 - imageવડોદરા,૧૬ અને ૧૭ વર્ષના સગીર પાસે ઢાબામાં કામ કરાવતા ઢાબાના બે મહિલા માલિક સામે અટલાદરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

અટલાદરા પોલીસને માહિતી મળી હતી કે, અટલાદરા પાદરા રોડ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ( ધ ટેસ્ટ ઓફ ભરૃચ) ના માલિક નાના છોકરાઓ પાસે બાળ મજૂરી કરાવી તેઓનું આર્થિક શોષણ કરે છે. જેથી, પોલીસે સ્થળ પર જઇને તપાસ કરતા જમવાનું પીરસતા અને રસોડામાં રસોઇ કામ કરતા બે છોકરાઓ સગીર વયના હોવાનું જણાયું હતું. જેથી, પોલીસે ઢાબાના માલિકો ઇલાબેન અમિતભાઇ ચૌહાણ ( રહે. સમન્વય સ્ટેટસ, અટલાદરા રોડ) તથા દક્ષાબેન અલ્કેશભાઇ ચૌહાણ ( રહે. મુરાલ બાગ સોસાયટી, પાદરા) ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News