Get The App

વારસિયા રીંગ રોડ પર આવેલા શ્રીનાથજી ફટાકડા બજારના માલિક, મેનેજર સામે ગુનો દાખલ

જાહેરનામાનો ભંગ કર્યો હોઇ પોલીસે ૩૮ હજારના ફટકાડા કબજે કર્યા

Updated: Nov 7th, 2024


Google NewsGoogle News
વારસિયા રીંગ રોડ પર આવેલા   શ્રીનાથજી ફટાકડા બજારના માલિક, મેનેજર સામે ગુનો દાખલ 1 - image

વડોદરા,વારસિયા રીંગ રોડ શિવ વાટિકા પાસે વગર લાયસન્સે શ્રીનાથજી ફટાકડા બજારના નામે ફટાકડાનું વેચાણ કરનાર સામે વારસિયા પોલીસેે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વારસિયા પોલીસ સ્ટેશનના સ્ટાફે આજે બપોરે વારસિયા રીંગ રોડ પર આવેલા શ્રીનાથજી ફટાકડા બજારના નામે ફટાકડા વેચતા વેપારીની ત્યાં જઇને તપાસ કરતા ફટાકડા પેટ્રોલિયમ એક્સપ્લોઝીવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા અધિકૃત નહીં હોવાનું જાણવા મળ્યું હતું. સ્થળ પર હાજર વ્યક્તિનું નામ  પૂછતા તેણે પોતાનું નામ મુકેશ ભાણાભાઇ તડવી (હાલ રહે.શ્રીનાથજી ફટાકડા બજાર, વારસિયા રીંગ રોડ, મૂળ  રહે. ગામ નડા, તા.ડભોઇ) હોવાનું જણાવ્યું હતું. ફટાકડા સ્ટોલના મેનેજર તથા માલિક મોહિનીબેન અનિલભાઇ શાહ (રહે. રાજધાની સોસાયટી,  હરણી વારસિયા રીંગ રોડ) હોવાનું જણાઇ આવ્યું હતું. વારસિયા પોલીસે બંને સામે પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ૩૮,૪૫૦ રૃપિયાના ફટાકડા કબજે કર્યા છે.


Google NewsGoogle News