Get The App

પત્ની પર ત્રાસ ગુજારતા પતિ સામે ગુનો દાખલ

પતિ ઘર ખર્ચ માટે પણ પૈસા આપતો નહતો

Updated: Jan 7th, 2024


Google NewsGoogle News
પત્ની પર ત્રાસ ગુજારતા પતિ સામે ગુનો દાખલ 1 - image

વડોદરા,પત્નીને ઘર ખર્ચના નાણાં નહીં આપી ત્રાસ આપી મારઝૂડ કરતા પતિ સામે મહિલા  પોલીસે ગુનો દાખલ કરી  કાર્યવાહી  હાથ ધરી છે.

નંદેસરી વિસ્તારમાં રહેતી  પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારા લગ્ન જાન્યુઆરી ૨૦૦૮ માં ત્રિદિપસિંહ વાઘેલા સાથે થયા હતા. લગ્ન  પછી હું સાસરીમાં રહેવા ગઇ હતી. પારિવારિક કારણોસર વર્ષ - ૨૦૨૦ માં અમે પતિ - પત્ની બંને બાળકો અમદાવાદ રાણીપ ખાતે રહેવા ગયા હતા. મારા પતિને અન્ય એક મહિલા સાથે એકતરફી પ્રેમ થઇ ગયો હતો. તે બાબતે મારા પતિને પૂછતા તેમણે મારી સાથે મારઝૂડ શરૃ કરી હતી. પરંતુ, બાળકોના ભવિષ્યનો વિચાર કરીને હું ત્રાસ સહન કરતી હતી. મારા  પતિ ઘર ખર્ચના પણ પૈસા આપતા નહતા. એક વખત મારા  પતિ સાથે ઘર ખર્ચ બાબતે ઝઘડો થતા તેમણે સોશિયલ મીડિયા પર એવો મેસેજ કર્યો હતો કે, મારે મારી  પત્ની સાથે કોઇ સંબંધ નથી.  તેઓએ મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ છૂટાછેડાની માંગણી કરે છે.


Google NewsGoogle News