દશામાની મૂર્તિના સ્થાપકો અને ડી.જે.સિસ્ટમના સંચાલકો સામે ગુનો દાખલ
દાંડિયા બજાર વિસ્તારમાં એક ફ્લેટની બાલ્કનીનો ભાગ તૂટીને પડયો હતો
વડોદરા,દશામાની શોભાયાત્રામાં વાગતા ડી.જે.ના અવાજના કારણે દાંડિયા બજાર રોડ પર ડાલસન ઘડિયાળની ઉપર ત્રીજા માળે ફ્લેટની બાલ્કનીનો ભાગ તૂટીને પડયો હતો. જે બનાવમાં રાવપુરા પોલીસે ચાર આયોજકો તેમજ ચાર ડી.જે.સિસ્ટમના સંચાલકો સામે ગુનો દાખલ કર્યો છે.
દશામાના આગમનની શોભાયાત્રા ગત તા. ૩ જી એ નીકળી હતી. દાંડિયાબજાર વિસ્તારમાં ચાર ડી.જે.સાથે આગમન યાત્રા રાતે સાડા નવ વાગ્યે નીકળી હતી. તેમાં ૧૦૦ થી ૧૫૦ લોકો સામેલ હતા. તેમજ આઠ આયોજકોની મૂર્તિઓ હતી. મંડળા આયોજકો પાસે રાતના ૧૦ વાગ્યા સુધી જ સિસ્ટમ વગાડવા માટે પરમિશન હતી. તેમછતાંય રાતે સાડા અગિયાર સુધી સાઉન્ડ સિસ્ટમ વગાડી ધ્વનિ પ્રદૂષણ ફેલાવ્યું હતું. જેથી, પોલીસે ચાર આયોજકો તેમજ શોભાયાત્રામાં ડી.જે. વગાડનાર ચાર સંચાલકો સામે ગુનો દાખલ કર્યો છે. જેમાં (૧) નાગરવાડા રોડ માળી મહોલ્લાના આયોજક રાહુલ રાજુભાઇ માળી ( રહે. માળી મહોલ્લો, નાગરવાડા) (૨) જય અંબે સાઉન્ટ સિસ્ટમના ડી.જે. વગાડનાર વિશાલ ગોસ્વામી (રહે. ભાંડવાડા,ફતેપુરા) (૩) વોર્ડ ઓફિસ - ૭ ની સામે માળી મહોલ્લામાં ઘરની અંદર દશામાની મૂર્તિના સ્થાપક સંદિપ શનાભાઇ માળી (૪) વિનાયક સાઉન્ડના દક્ષેશ પ્રવિણભાઇ પંચાલ (૫) નાગરવાડા માળી મહોલ્લો, સુધરાઇ ઓફિસની સામેના આયોજક સંજય બચુભાઇ માળી (૬) ઉર્વિ સાઉન્ડના દિપેશ રાજેન્દ્રસિંહ રણા ( રહે. અમૃત નગર, અલવા નાકા, માંજલુપર) (૭) નાગરવાડા બહુચરાજી રોડ દશામાની મૂર્તિના સ્થાપક દક્ષાબેન રાજેન્દ્રભાઇ રાજપૂત તથા (૮) લીલાગરી સાઉન્ડના જયદિપ નારાયણભાઇ માળી નો સમાવેશ થાય છે.