સગીર વયના પુત્રને બૂલેટ ચલાવવા આપતા પિતા સામે ગુનો દાખલ
સાયલેન્સર પણ મોડિફાઇ કર્યુ હતું : બે બૂલેટ અને એક બાઇકના માલિક સામે કાર્યવાહી
વડોદરા,મોડિફાઇ સાયલેન્સર લગાવીને પૂર ઝડપે ચાર સવારી જતા બે બુલેટ ચાલાક ની સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અક બુલેટ ચાલક પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ના હોવાથી તેના પિતા સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.
મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ મકરપુરા રોડ પર હાજર હતો. તે દરમિયાન સુશેન સર્કલ થી મકરપુરા પોલીસ સ્ટેશન તરફ એક બાઈક પર ચાર સવારી યુવકો પૂરઝડપે આવતા હોવાથી પોલીસે બાઈકને રોકી હતી. પોલીસે બાઈક ચલાવનાર ની પાસે લાયસન્સ માગ્યું હતું. પરંતુ તેની પાસે લાઇસન્સ નહતું. જેથી, સગીર પુત્રને બાઇક ચલાવવા આપનાર તેના પિતા સામે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં એક બૂલેટ ચાલક દીપ જયેશભાઈ શાહ (રહે. આત્મીય સંસ્કાર જાંબુવા) પૂરઝડપે આવતો હોવાથી પોલીસે તેને રોક્યો હતો. તેના બૂલેટની નંબર પ્લેટ ફેન્સી હતી. તેમજ સાયલેન્સર મોડિફાઇ કરેલું હતું. જેથી, પોલીસે તેની સામે ગુનો દાખલ કર્યો હતો.
ત્રીજા બનાવમાં બૂલેટ પર ચાર સવારી પૂરઝડપે આવતા યુવકોને પોલીસે રોક્યા હતા. બૂલેટ ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નહતું. તેમજ બૂલટેનું સાયલેન્સર મોડિફાઇ કરાવેલું હતું. જેથી, સગીર વયના બૂલેટ ચાલકના પિતા સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.