જાહેર રોડ પર ફટાકડા વેચતા ૭ વેપારીઓ સામે ગુનો દાખલ
વારસિયા અને પાણીગેટ વિસ્તારમાં વગર પરવાનગીએ સ્ટોલ લગાવ્યા હતા
વડોદરા,વારસિયા અને પાણીગેટ વિસ્તારમાં જાહેર રોડ પર સ્ટોલ લગાવી ફટાકડા વેચતા ૭ વેપારીઓ સામે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વારસિયા જૂના આર.ટી.ઓ. સર્કલ પાસે જાહેર રોડ પર કોઇ જ પરવાનગી વગર ફટાકડાનો સ્ટોલ લગાવી ધંધો કરતા (૧) મનુભાઇ રામચંદભાઇ તોલાણી (રહે.એસ.કે.કોલોની, વારસિયા) (૨) કમલ કનૈયાલાલા ચાગલાણી (રહે. પટેલ પાર્ક સોસાયટી, વારસિયા) (૩) શશી પ્યારેલાલ ચંદવાણી (રહે. સંતકંવર કોલોની, વારસિયા) સામે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે. જ્યારે વારસિયા રીંગ રોડ પર સ્ટોલ લગાવનાર (૪) રામજીભાઇ નરસિંહભાઇ ચૌહાણ (રહે. ગણેશનગર, ખોડિયાર નગર) (૫) અજય મુકેશભાઇ દંતાણી (રહે. અનુપમ નગર,દંતેશ્વર) ની સામે વારસિયા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. તેવી જ રીતે પાણીગેટ જાહેર રોડ પર ફટાકડાનો સ્ટોલ લગાવનાર (૬) મારૃત મહેશભાઇ કનોજીયા (રહે. પાણીગેટ, સાંઇ બાબા મંદિર પાછળ) તથા (૭) રાજ રાજેશભાઇ કહાર (રહે. શીતળા માતા મહોલ્લો, પાણીગેટ) સામે પાણીગેટ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.