Get The App

ચિલોડા પાસેથી ૧ લાખનો વિદેશી દારૃ અને બિયર ભરેલી ગાડી ઝડપી લેવાઇ

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
ચિલોડા પાસેથી ૧ લાખનો વિદેશી દારૃ અને બિયર ભરેલી ગાડી ઝડપી લેવાઇ 1 - image


હિંમતનગર, અમદાવાદ હાઇવે પર

પોલીસને જોઇને મોટર પડતી મુકી દઇ નાશેલા બે પૈકીનાં એક શખ્સને પોલીસ જવાનોએ દોડ લગાવીને પકડી પાડયો

ગાંધીનગર :  ગાંધીનગર આસપાસના હાઇવે પરથી વિદેશી દારૃની હેરાફેરીમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે હિંમતનગર, અમદાવાદ હાઇવે પર ચિલોડા પાસેથી ૧ લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૃ અને બિયર ભરેલી ગાડીને પોલીસે ઝડપી લીધી હતી. એક તબક્કે પોલીસને જોઇને મોટર પડતી મુકી દઇ બુટલેગરો નાશવા લાગ્યા હતાં. પરંતુ બે પૈકીનાં એક શખ્સને પોલીસ જવાનોએ પણ દોડ લગાવી પીછો કરીને પકડી પાડયો હતો.

આ બનાવમાં પોલીસ દ્વારા કુલ ૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ચિલોડા પોલીસ મથકના ઇન્સપેક્ટર એ. એસ. અસારીના જણાવવા પ્રમાણે તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સફેદ રંગની અને નંબર પ્લેટ વગરની કાર દારૃનો જથ્થો ભરીને નીકળવાની હોવાની માહિતી મળવાના પગલે ગોઠવવામાં આવેલી વોચ દરમિયાન આ ગાડી પકડી પાડવામાં આવી હતી. પોલીસ દ્વારા અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં સોનલનગરમાં રહેતા ધર્મેશ વિનોદભાઇ રાઠોડ નામના શખ્સને ઝડપી લેવાયો હતો. જ્યારે ભાગી છુટેલા કાર ડ્રાઇવર અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પાંજરાપોળ ચાર રસ્તા પાસે રાધે કૃષ્ણ ફ્લેટમાં રહેતા કિશન પંચાલને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા છે. પોલીસે ગાડીમાંથી વિદેશી દારૃની૮૧૬ નાની બોટલ અને બીયરના ૧૨૦ ટીન જપ્ત કર્યા હતાં.


Google NewsGoogle News