વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર પાર્ક કરેલી કારમાં આગ, કેબલ પણ સળગ્યો

Updated: May 18th, 2024


Google NewsGoogle News
વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર પાર્ક કરેલી કારમાં આગ, કેબલ પણ સળગ્યો 1 - image


Car Caught Fire at Vadodara : વડોદરા ન્યુ વીઆઇપી રોડ પર આજે બપોરે એક કારમાં આગ લાગતા આસપાસના રહીશો તેમજ વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો.

ન્યુ વીઆઇપી રોડ પર સાધુ વાસવાણી સ્કૂલ પાસે સુખ શાંતિ સોસાયટીના મકાન પાસે પાર્ક કરેલી પેટ્રોલ કારમાં આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે. 

આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા મોટા ભાગની કાર આગમા લપેટાઈ ચૂકી હતી. આગને કારણે ઉપરથી પસાર થતો ઈલેક્ટ્રીક કેબલ પણ સળગી ગયો હતો. પાણીગેટ ફાયર બ્રિગેડે આગ કાબુમાં લીધી હતી.


Google NewsGoogle News