વડોદરાના કલાલી સર્કલ જ પાસે પાર્ક કરેલી કારમાં આગ, આખી કાર ખાક

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
વડોદરાના કલાલી સર્કલ જ પાસે પાર્ક કરેલી કારમાં આગ, આખી કાર ખાક 1 - image


Fire in Car at Vadodara : વડોદરાના કલાલી વિસ્તારમાં આજે સવારે એક કારમાં આગ લાગતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. 

કલાલી ખિસકોલી સર્કલ પાસે ભૂડાના મકાન પાસે પાર્ક કરેલી કારમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. કારમાં કોઈ હાજર નહીં હોવાથી કોઈ જાનહાની થઈ નથી. 

થોડીવારમાં આખી કાર આગમાં લપેટાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. પરંતુ ત્યાં સુધીમાં આખી કાર ખાક થઈ ચુકી હતી. બનાવના સ્થળે પોલીસ પણ આવી ગઈ હતી અને બનાવ એનું કારણ જાણવા પ્રાથમિક વિગતો મેળવી હતી.


Google NewsGoogle News