આજવા રોડ બહાર કોલોનીમાંથી દારૃ ભરેલી કાર પકડાઇ

એક આરોપી પકડાયો, બીજો વોન્ટેડ : ૧.૧૨ લાખનો દારૃ કબજે

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
આજવા રોડ બહાર કોલોનીમાંથી દારૃ ભરેલી કાર પકડાઇ 1 - image

 વડોદરા,આજવા રોડ બહાર કોલોનીમાંથી પીસીબી પોલીસે દારૃ ભરેલી કાર ઝડપી પાડી એક આરોપીને પકડી લઇ તપાસ હાથ ધરી છે.

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, એક કારમાં વડોદરા બહારથી વિદેશી દારૃનો જથ્થો ભરીને બહાર કોલોનીમાં આવનાર છે. જેથી, પી. આઇ. એસ.ડી. રાતડાની સૂચના મુજબ, સ્ટાફે વોચ ગોઠવીને બહાર કોલોની ખાતેથી દારૃ ભરેલી કાર ઝડપી પાડી હતી. પોલીસે કારમાંથી વિદેશી દારૃની બોટલો અને ટીન નંગ ૧,૧૨૬ કિંમત રૃપિયા ૧.૧૨ લાખના કબજે કર્યા હતા. પોલીસે દારૃ, કાર અને મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૩.૨૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપી જીગર ઉર્ફે જીગો બિપીનભાઇ ભાલીયા ( રહે. નવી નગરી ફળિયું, બાકરોલ ગામ, તા. વાઘોડિયા) ની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. જ્યારે મુકેશ નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.


Google NewsGoogle News