વાઘોડિયા રોડ પરથી વિદેશી દારૃ ભરેલી કાર પકડાઇ : માંજલપુરમાંથી મહિલા ઝડપાઇ

અટલાદરા અક્ષર ચોક બ્રિજ પાસેથી દારૃ ભરેલી રિક્ષા પકડાઇ

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
વાઘોડિયા રોડ પરથી વિદેશી દારૃ ભરેલી કાર પકડાઇ : માંજલપુરમાંથી મહિલા ઝડપાઇ 1 - image

વડોદરા,વાઘોડિયા રોડ ઉકાજીના વાડિયા પાસેથી  પીસીબી  પોલીસે વિેદેશી દારૃ ભરેલી કાર ઝડપી પાડી છે. જ્યારે અટલાદરા અક્ષર ચોક બ્રિજ પાસેથી પોલીસે દારૃ ભરેલી રિક્ષા પકડી છે.

એલ.સી.બી. ઝોન - ૨ ના સ્ટાફને માહિતી મળી હતી કે, વિદેશી દારૃ ભરેલી એક રિક્ષા અક્ષર ચોક બ્રિજ નીચેથી પસાર થવાની છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવી હતી. દરમિયાન એક રિક્ષા આવતા પોલીસે તેને ઉભી રાખી હતી.રિક્ષામાં પ્લાસ્ટિકની કાળા કલરની બેગમાંથી વિદેશી દારૃની ૩૩૬ બોટલ કિંમત રૃપિયા ૩૩,૬૦૦, એક રિક્ષા, મોબાઇલ ફોન મળી કુલ રૃપિયા ૧.૨૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે મહેન્દ્ર ચંદુભાઇ માળી ( રહે. પંચમુખી વુડાના મકાનમાં, વાસણા ભાયલી રોડ) તથા દિપેશ રાજુભાઇ માળી ( રહે. રામ નગર, કલાલી ફાટક પાસે ) ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, માંજલપુર બજાણીયા વાસ વુડાના મકાનમાં રહેતા તારાબેન વિક્રમભાઇ ડાભી વિદેશી દારૃનો ધંધો કરે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડીને તારાબેન ડાભીને ઝડપી પાડી બિયરના ૭૨ ટીન કિંમત રૃપિયા ૭,૨૦૦ ના કબજે કર્યા હતા. જ્યારે રિંકલ ડાભીને વોન્ટેડ જાહેર કર્યો છે.

જ્યારે અન્ય એક બનાવમાં પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, વાઘોડિયા રોડ ઉકાજીના વાડિયામાં રહેતો કમલેશ ઉર્ફે ચકલી રાજપૂત કારમાં વિદેશી દારૃ ભરીને લાવ્યો છે. જેથી, પોલીસે રેડ પાડતા દારૃ ભરેલી કાર મળી આવી હતી. જ્યારે કમલેશ પકડાયો નહતો.  પોલીસે વિદેશી દારૃની ૨૮૮ બોટલ કિંમત રૃપિયા ૨૮,૮૦૦ તથા કાર મળીને કુલ  રૃપિયા ૭૮,૮૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.


Google NewsGoogle News