સિગ્નલ તોડીને જુનિયર ડોક્ટર અને તેના મિત્રને અડફેટે લેતો કાર ચાલક

ભાગેલા કાર ચાલકનો લોકોએ પીછો કરી રાજમહેલ રોડ પરથી ઝડપી પાડયો

Updated: Feb 18th, 2024


Google NewsGoogle News
સિગ્નલ તોડીને  જુનિયર ડોક્ટર અને તેના મિત્રને અડફેટે લેતો કાર ચાલક 1 - image

વડોદરા,ફતેગંજ ચાર રસ્તા  પાસે ટુ વ્હીલર પર જતા જુનિયર ડોક્ટર અને તેના મિત્રને  એક કાર ચાલકે અડફેટે લીધા હતા. અકસ્માત કર્યા પછી ભાગતા કાર ચાલકનો  પીછો કરીને લોકોએ રાજ મહેલ રોડ પરથી તેને ઝડપી પાડી પોલીસને  હવાલે કર્યો હતો.

મળતી માહિતી મુજબ, આજે સાંજે ફતેગંજ ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ બંધ હતું. તે દરમિયાન જુનિયર ડોક્ટર અને તેનો મિત્ર ટુ વ્હીલર લઇને સિગ્નલ ખૂલવાની રાહ જોતા હતા. સિગ્નલ ખૂલતા તેઓ ટુ વ્હીલર લઇને જતા હતા. તે દરમિયાન નિઝામપુરા તરફથી આવતી એક કારના ચાલકે સિગ્નલ તોડી તેઓને અડફેટે લેતા બંને રોડ પર ફંગોળાયા હતા. અકસ્માત કર્યા પછી કાર ચાલક ભાગ્યો હતો. તેને પકડવા માટે અન્ય વાહન ચાલકોએ પીછો કર્યો હતો. અકસ્માત કરનાર કાર ચાલકને લોકોએ રાજમહેલ રોડ પરથી ઝડપી પાડી રાવપુરા પોલીસને હવાલે કર્યો હતો. રાવપુરા  પોલીસે કાર ચાલક ખુશ પટેલ (ઉ.વ.૨૧) ને ફતેગંજ પોલીસને હવાલે કર્યો હતો. ફતેગંજ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઇજાગ્રસ્ત પુષ્પક રમેશભાઇ બરોડા મેડિકલ કોલેજમાં ફિઝિયોથેરાપિમાં અભ્યાસ કરે છે.  જ્યારે નૈમિક ફાઇન આર્ટ્સના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. 


Google NewsGoogle News