Get The App

ચકલાસી ગામે મકાનમાં ધમધમતો જુગારનો અડ્ડો : 26 ખેલી ઝડપાયા

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
ચકલાસી ગામે મકાનમાં ધમધમતો જુગારનો અડ્ડો : 26 ખેલી ઝડપાયા 1 - image


- જુગાર રમવા બહારથી માણસો બોલાવાતા હતા

- ચકલાસી, પેટલાદ અને અમદાવાદના જુગારીઓ પાસેથી રૂ. 1.24 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

નડિયાદ : નડિયાદ તાલુકાના ચકલાસી ગામેથી રહેણાંક મકાનમાં ધમધમતો જુગારનો અડ્ડા પકડાયો હતો. પોલીસના દરોડા દરમિયાન જુગાર રમતા ૨૬ જુગારીઓ જુગાર રમવાના સાધનો સાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે જુગાર પર લગાવેલી રોકડ તેમજ મોબાઇલ મળી કુલ રૂ.૧.૨૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ સંદર્ભે ચકલાસી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ચકલાસી ચાવડાવાડમાં રહેતા ફતાભાઈ ભીખાભાઈ ચુનારા બહારથી માણસો બોલાવી પોતાના મકાનમાં જુગાર રમાડતો હતો. ત્યારે દરોડા દરમિયાન ફતાભાઈ ચુનારાના મકાનમાં જુગારીઓના મેળાવડાને જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે કોર્ડન કરી મકાન માલિક ફતાભાઈ ભીખાભાઈ ચુનારા (રહે.ચકલાસી), સમીરખાન જાકીરખાન પઠાણ (રહે. પેટલાદ), ઉલ્પેશ નાગરભાઈ પરમાર (રહે.દાણી લીમડા, અમદાવાદ), જગદીશ ચંદ્રકાંત સોની (રહે.વાલ, અમદાવાદ), સંજયસિંગ ઉર્ફે મેબલો રમેશસિંગ ભદોરીયા (રહે.વિઝોલ, અમદાવાદ), જયેન્દ્ર મંગળ ઠાકોર (રહે.સરસપુર, અમદાવાદ), ઇમરાનમિયા આબેદમિયાં મલેક, સોહેબમિયા મયુદીનમીયા મલેક, મોસીનખાન જબીરખાન પઠાણ, ઈકબાલ દાઉદભાઈ વ્હોરા, લાફેરખાન નજીરખાન પઠાણ, મહેન્દ્ર છોટાભાઈ તળપદા (તમામ રહે. પેટલાદ), ચિરાગ ગોવિંદભાઈ વરસડા (રહે.સરસપુર, અમદાવાદ), ફેજાનમિયા મુનાફ મીયા મલેક, એજાઝખાન અહેમદ ખાન પઠાણ, નટવર રણછોડભાઈ ભોઈ, અકરમીયા જૈમીરમીયા મલેક, શાનુમિયા જહીરમિયા મલેક, અકીબનવાજ મુસ્તાકમીયા મલેક, શાહરુખખાન દીલવારખાન પઠાણ, જુનેદખાન મહંમદઇબ્રાહીમ પઠાણ, સાકીરહુસેન ઉર્ફે ચીકન તસ્દુહુસેન શેખ, યુનુસ ગુલાબનબી વ્હોરા, મહેબુબ ગુલામરસુલ વ્હોરા (તમામ રહે.પેટલાદ) અને ગણેશ કાશીરામ ગુપ્તા (રહે.સરસપુર, અમદાવાદ), સમીરોદ્દિન રૂકનુદ્દિન શેખ રહે. પેટલાદવાળાને પત્તાપાના સાથે ઝડપી પાડયા હતા. પોલીસે જુગારીયાઓ પાસેથી દાવ ઉપર તેમજ અંગઝડતીમાંથી મળી કુલ રૂ.૫૪,૨૫૦ રોકડ અને મોબાઇલ ફોન નં.૧૭ કિંમત રૂ.૬૯,૫૦૦ મળી કુલ રૂ.૧,૨૩,૭૫૦નો મુદ્દામાલ તેમજ જુગાર રમવાના સાધનો કબજે કર્યા હતા. આ બનાવ સંદર્ભે ચકલાસી પોલીસે તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News