વડોદરાના તરસાલી હાઈવે પર ગેરેજમાં મુકેલી બસમાં આગ

Updated: Apr 2nd, 2024


Google NewsGoogle News
વડોદરાના તરસાલી હાઈવે પર ગેરેજમાં મુકેલી બસમાં આગ 1 - image

Fire in Bus at Vadodara : વડોદરામાં તરસાલી હાઈવે ઉપર આવેલા એક ગેરેજમાં મૂકેલી બસમાં આગ લાગતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

તરસાલી જાંબુઆ હાઈવે ઉપર એક બસમાં આગ લાગી હોવાનો ફાયર બ્રિગેડને કોલ મળતા ટીમો રવાના થઈ હતી. જોકે સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે ગેરેજમાં રીપેરીંગ માટે આવેલી બસમાં આગ લાગી હોવાનું જણાઈ આવ્યું હતું.

આગ કયા કારણસર લાગે છે તે જાણી શકાયું ન હતું પરંતુ આગ વધુ વિકરાળ બને તે પહેલા કાબુમાં લઈ લીધી હતી.


Google NewsGoogle News