કોર્ટ સંકુલમાં પાર્કિગમાં તકરાર થયા બાદ કારમાંથી દારૃની બોટલ મળી
વડોદરાઃ દિવાળીપુરા ખાતે કોર્ટમાં આજે પાર્કિંગના મુદ્દે તકરાર થયા બાદ કારમાંથી બોટલ મળી આવતાં પોલીસે કાર કબજે લઇ ફોરેન્સિકની મદદ લીધી છે.
કોર્ટમાં પાર્કિંગ દરમિયાન પ્રેસ લખેલી કારના ચાલક અને વકીલ સાથે તકરાર થતાં લોકો ભેગા થઇ ગયા હતા.ત્યારબાદ કારમાં દારૃની બોટલ હોવાની પોલીસને જાણ કરાતાં અકોટાના પીઆઇ વાય એમ મકવાણાએ તપાસ કરાવી હતી.
આ વખતે બોટલ ફૂટેલી હાલતમાં હતી અને કાર ચાલક હાજર નહતો.જેથી પોલીસે કાર અને બોટલના ભાગ કબજે લીધા હતા.તપાસ દરમિયાન કારના ચાલકનું નામ રોહિત પાન્ડે હોવાનું અને એક ખાનગી ન્યૂઝ ચેનલમાં કામ કરતો હોવાની માહિતી મળતાં પોલીસે તેને જવાબ માટે બોલાવ્યો છે.