મારો ભાઇ બૂટલેગર. ભરૃચથી દારૃ લાયો રે... ડાયરામાં લોકગાયક પર બૂટલેગરે પૈસા ઉડાવ્યા ઃ પોલીસે ઝડપી પાડયો
પાદરા તાલુકાના માસારોડ ખાતે મંદિરના પાટોત્સવના ડાયરામાં બૂટલેગર ભાન ભૂલ્યો ઃ પોલીસે ઘેર દરોડો પાડી દારૃ પકડયો
પાદરા તા.૩૧ પાદરા તાલુકાના માસરરોડ ગામે હરસિધ્ધિ માતાજીના પાટોત્સવ અંતર્ગત માતાજીના મંદિરે યોજાયેલા લોકડાયરાના કાર્યક્રમમાં માસારોડ વિસ્તારના બૂટલેગરે રૃપિયા ઉડાવતો અને બૂટલેગર તેમજ દારૃને સંબોધતા શબ્દો સાથેના ગીતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તબેલામાંથી ઘોડા છૂટયા બાદ વડુ પોલીસ એક્શનમાં આવી હતી અને બૂટલેગરના ઘેર દરોડો પાડી દારૃની બોટલ સાથે ઝડપી પાડયો હતો.
આ અંગેની વિગત એવી છે કે માસારોડ ગામે હરસિધ્ધિ માતાજીના મંદિરે પાટોત્સવ નિમિત્તે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં કમલેશ બારોટ તેમજ સીતા પટેલ સહિતના ગાયક કલાકારો હાજર હતાં. મોડી રાત સુધી ચાલેલા આ ડાયરામાં કમલેશ બારોટે ગાવાનું શરૃ કર્યું તુરંત જ માસારોડ તેમજ આજુબાજુ વિસ્તારમાં બૂટલેગર તરીકે ઓળખાતો સમીર ઉર્ફે સેટ્ટો યુસુફ પટેલ પોતાની જગ્યા પર રૃપિયાનું બંડલ લઈને ઉભો થયો હતો અને ડાયરામાં વટ પાડવા તથા ગ્રામજનોમાં પોતાની ધાક બેસાડવા સ્ટેજ પર રૃપિયા ઉડાવી પોલીસને પડકાર ફેંક્યો હતો.
ડાયરાના કાર્યક્રમમાં ગાયક કલાકાર કમલેશ બારોટ દ્વારા બૂટલેગરના નામ સાથે વાંંધાજનક ગીત ગવાતા અનેક ચર્ચાઓએ જોર પકડયું હતું. આ ગીતનો અને પૈસા ઉડાવતો વીડિયો વાયરલ થતાં જ વડુ પોલીસ એક્શનમાં આવી હતી અને મોડે મોડે બૂટલેગર સમીર પટેલ સામે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે માસારોડ ખાતે તેના ઘેર દરોડો પાડી રૃા.૧૨૦૦ની કિંમતની દારૃની બોટલો કબજે કરી સમીર પટેલની પણ ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે કમલેશ બારોટે બૂટલેગરના સંગીતમય વખાણ ડાયરામાં કર્યા હતાં. બૂટલેગર સમીર પટેલની સાથે કમલેશ બારોટે ગીત ગાયું હતું કે મારો ભાઇ બૂટલેગર... સમીરભાઇ ટાઇગર છે.. ભરૃચથી દારૃ લાયો રે.. મારો સમીર બૂટલેગર.. કિરણ લંગડા જોડે દારૃ લાવ્યો રે.. મારો ભાઇ બૂટલેગર.. મારો સમીર બૂટલેગર.. કિરણ પાહે માલ લાયો રે. ગાડી ભરીને માલ લાવ્યો રે..