IPLની મેચ પર સટ્ટો રમાડતો મુંબઇનો સટોડિયો પકડાયો,બૂકી વોન્ટેડ

Updated: Apr 12th, 2024


Google NewsGoogle News
IPLની મેચ પર સટ્ટો રમાડતો મુંબઇનો સટોડિયો પકડાયો,બૂકી વોન્ટેડ 1 - image

વડોદરાઃ વાઘોડિયા-ડભોઇ રિંગ રોડ વિસ્તારમાં આઈપીએલની મેચ ઉપર ક્રિકેટનો સટ્ટો રમાડતા સટોડીયાને પોલીસે ઝડપી પાડયો છે. 

 પ્રમુખ પાર્ક સોસાયટીના મકાનના પહેલા માટે રહેતો યુવક ક્રિકેટનો સટ્ટો રમાડતો હોવાની વિગતોને પગલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડયો હતો.પોલીસ પહેલા માળે રૃમમાં પ્રવેશી ત્યારે ટીવી પર મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે મેચ ચાલતી હતી અને એક યુવક હાથમાં મોબાઇલ રાખીને ડાયરીમાં નોંધ કરતો હતો.તેની પાસે બીજા પણ  બે મોબાઇલ પડયા હતા.

પોલીસે પ્રથમેશ ભરતભાઈ રાવરાણી (મૂળ રહે.હાજી બાપુ રોડ,મલાડ,મુંબઈ)ની અટકાયત કરી ત્રણ મોબાઇલ તપાસતાં ક્રિકેટના સટ્ટાની એપ ઉપર સટ્ટો રમાડવામાં આવી રહ્યો હતો.આ એપમાં તારીખ,સિરિયલ ક્રમાંક,ક્રેડિટ,ડેબિટ,પોઇન્ટ,રિમાર્ક્સ જેવા કોલમ અને સિલક દર્શાવવામાં આવી હતી.જે સિલક રૃ.૩.૪૯ લાખ જેટલી બતાવતી હતી.

ડાયરીમાં ગ્રાહકોના ટૂંકા નામો અને હિસાબ લખવામાં આવ્યો હતો.જેથી પોલીસે ત્રણ મોબાઇલ,ટીવી, સેટટોપ બોક્સ,રોકડા રૃ.૭૦૦ સહિતની ચીજો કબજે કરી હતી.સટ્ટો રમાડવા માટે આઇડી મુંબઇના કાંદીવલી ખાતે રહેતા આનંદે આપ્યો હોવાની વિગતો ખૂલતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.


Google NewsGoogle News