હરણી એરપોર્ટ લેન્ડ થનારી ફ્લાઇટમાં બોમ્બના વધુ એક મેસેજથી તંત્ર દોડતું થયું
વડોદરાઃ હરણી એરપોર્ટ પર ધમકીનો સિલસિલો હજી પણ ચાલુ રહ્યો છે.નૂતન વર્ષે જ વધુ એક મેસેજ મળતાં હરણી પોલીસે ગુનો નોંધ્યો છે.
દેશભરના એરપોર્ટોને ધમકીના મેસેજો મળી રહ્યા છે અને તમામ મેસેજો બોગસ પુરવાર થયા છે.નૂતન વર્ષે ઇન્ડિગોની ફ્લાઇટોમાં બોમ્બના મેસેજો મળ્યા હતા.જેમાં હરણી એરપોર્ટનો પણ સમાવેશ થતો હતો.
બેંગલોરથી હરણી આવી રહેલી ફ્લાઇટમાં બોમ્બનો મેસેજ મળતાં જ પોલીસ અને એરપોર્ટ સિક્યુરિટી એક્શનમાં આવ્યા હતા.મુસાફરોના લગેજ તેમજ ફ્લાઇટમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.પરંતુ કાંઇ હાથ લાગ્યું નહતું.જેથી હરણી પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે.નોંધનીય છે કે,આ મેસેજ મળ્યો તેના ત્રણ દિવસ પહેલાં પણ આવી જ રીતે ધમકીનો મેસેજ મળ્યો હતો.