ફતેગંજ વિસ્તારમાંથી બોગસ પોલીસવાળો ઝડપાયો

Updated: Jan 13th, 2024


Google NewsGoogle News
ફતેગંજ વિસ્તારમાંથી બોગસ પોલીસવાળો ઝડપાયો 1 - image


ડુપ્લીકેટ ગુબારા કેમ રાખ્યા છે તેમ કહી વેપારી સાથે દાદાગીરી કરતો હતો

Image Source: Freepik

વડોદરા, તા. 13 જાન્યુઆરી 2024 શનિવાર

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં વેપારી સાથે રૂઆબ મારતા બોગસ પોલીસવાળાને સયાજીગંજ પોલિસે ઝડપી પાડયો હતો. ડુપ્લીકેટ ગુબારા કેમ રાખ્યા છે તેમ કહી વેપારી સાથે દાદાગીરી કરતો હતો. 

પોલીસ સ્ટેશનનો સ્ટાફ શુક્રવારે વિસ્તારમા પ્રેટ્રોલીંગમા હતો. દરમ્યાન ફુવારા સર્કલ પાસે આવતા હે. કો. દિપકકુમાર જબ્બરસીંગને બાતમી મળી હતી કે ફતેગંજ રાજ રાજેશ્વરી જ્યુસ સેંટરની સામેના ભાગે આવેલા નવરંગ એપાર્ટમેંટ પાસે આવેલ એ ટુ ઝેડ ભેલ સેંટર પાસે કોઈ સયાજીગંજ પોલીસ સ્ટેશનનો ડી-સ્ટાફનો પોલીસવાળો હોવાનુ જણાવી દુકાને જઈ તે ડુપ્લીકેટ ગુબ્બારા રાખ્યા છે તેમ કહી ભેલ સેંટરવાળાને પોલીસવાળો હોવાનો રૂઆબ છાટી બોલાચાલી કરે છે. જેના આધારે પોલીસ ના માણસો ફુવારા સર્કલ ખાતે પહોંચીને  પોલીસવાળા હોવાનુ જણાવનાર ઈસમનુ નામ ઠામ પુછતા નિતીનકુમાર જીતેંદ્ર અગ્રવાલ ઉ.વ. ૨૨ રહે ૫૬ જાનકીધામ સોસાયટી કેનાલ પાછળ અભીલાષા ચાર રસ્તા વડોદરાનાનો હોવાનુ જણાવ્યું હતું.વતેની પાસે  પોલીસ કે રાજ્ય સરકારનો સેવક હોય તો તેનુ આઈડી પ્રૂફ બતાવવાનુ જણાવતા પોતે કોઈ રાજ્ય સેવક ન હોવાનુ જણાવ્યું હતું. ઉપરાંત તેની બાઈકની પાછળની સાઈડે રેડીયમથી પોલીસ લખેલી તેમજ લાકડી પણ ભરાવેલી હતી. જેથી પોલીસ બોગસ પોલીસવાળાને ઝડપી પાડી તેની બાઈક તથા મોબાઈલ કબ્જે કર્યા છે.


Google NewsGoogle News