mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

કલોલના રકનપુર પાસે માર્ગ અકસ્માતમાં બાઈક ચાલકનું મોત

Updated: Jun 1st, 2024

કલોલના રકનપુર પાસે માર્ગ અકસ્માતમાં બાઈક ચાલકનું મોત 1 - image


અકસ્માત સર્જીને ટ્રકચાલક ફરાર થઇ ગયો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

કલોલ :  કલોલ તાલુકાના રકનપુર ગામે માર્ગ અકસ્માતમાં બાઇકચાલકનું મોત  નિપજ્યું  હતું ટ્રકના ચાલે કે બાઈક ને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત બાઈક ચાલકનું મોત થયું હતું બનાવ  અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલ પાસે આવેલા લપકામણ ગામે હોસ્ટેલમાં રહેતો યશ દીપ કુમાર શાહ ઉંમર વર્ષ ૨૮ પોતાનું બાઈક લઈને નોકરીએ જઈ રહ્યો હતો ત્યારે તાલુકાના રકનપુર ગામે પૂર ઝડપે આવી રહેલા  ડમ્પર ટ્રક નંબર જીજે ૧૮ ચે ૮૫૯૯ ના ચાલકે બાઇકને ટક્કર મારી હતી આ અકસ્માતમાં બાઈક ચાલકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી બાઇક ચાલકને પેટના ભાગે તેમજ બંને પગ છુંદાઈ જતા તેનું મોત નીપજ્યું હતું અકસ્માત બાદ ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો બનાવ અંગે પોલીસે ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Gujarat