કારેલીબાગના જલારામ નગરના મકાનમાં મગરનું બચ્ચું ઘૂસી ગયું

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
કારેલીબાગના જલારામ નગરના મકાનમાં મગરનું બચ્ચું ઘૂસી ગયું 1 - image


Vadodara Crocodile Rescue : વડોદરામાં વિશ્વામિત્રી નદીની આસપાસના રહેણાંક વિસ્તારોમાં વારંવાર નગરો તેમજ મગરના બચ્ચા આવી જવાના બનાવ બનતા હોય છે. 

કારેલીબાગ વિસ્તારમાં જલારામ નગર-2 માં આજે પરોઢિયે આવો જ એક બનાવ બનતા પરિવારજનો ગભરાઈને બહાર નીકળી ગયા હતા. આ વિસ્તારમાં રહેતા રજાકભાઈ ગોહિલના મકાનમાં બે ફૂટનું મગરનું બચ્ચું ઘરની અંદર આવી જતા પરિવારજનોએ જીવદયા કાર્યકરોની મદદ લીધી હતી. 

કાર્યકરોએ ઘરના એક ખૂણામાં ઘૂસી ગયેલા મગરના બચ્ચાંનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને સોંપ્યું હતું. મગરનું બચ્ચું ઘરમાં આવી ગયું હોવાના બનાવ ઉપરથી એમ માની શકાય છે કે આસપાસમાં બીજા પણ મગરના બચ્ચા તેમજ મગરી હશે. જેથી કાર્યકરોએ લોકોને સતકૅ રહેવા અપીલ કરી છે.



Google NewsGoogle News