Get The App

૯ વર્ષના અપહૃત બાળકનો ત્રણ દિવસ પછી પણ પત્તો નથી

પોલીસની સાથે પરિવાર પણ બાળકને શોધવા દોડધામ કરીરહ્યો છે

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
૯ વર્ષના અપહૃત બાળકનો ત્રણ દિવસ પછી પણ પત્તો નથી 1 - image

 વડોદરા,મકરપુરા વિસ્તારમાં રહેતા ૯ વર્ષના બાળકને  પટાવી આરોપી અપહરણ કરીને લઇ ગયો હતો.પોલીસ અપહૃત બાળકને શોધી શકી નથી. બાળકનો પરિવાર  પણ તેને શોધી રહ્યો છે.

 મકરપુરા જી.આઇ.ડી.સી. રોડ વિહળ નગરમાં રહેતા મૂળ યુ.પી.ના શ્રમજીવી  પરિવારનો નવ વર્ષનો બાળક ઘર નજીકથી જ ગત તા. ૭ મી એ ગૂમ થયો હતો.  મોડીરાત સુધી બાળક ઘરે પરત નહીં આવતા પિતા તથા અન્ય લોકોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ, બાળકનો કોઇ પત્તો નહીં લાગતા છેવટે બીજે દિવસે ૮ મી તારીખે માંજલપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. નજીકમાં જ આવેલી મોબાઇલની દુકાનમાં ફિટ કરેલા સીસીટીવી તથા થોડે દૂર આવેલી શોપમાં પણ ફિટ થયેલા સીસીટીવીમાં એક યુવક બાળકને પટાવીને પોતાની સાથે લઇ જતો નજરે પડે છે.  બનાવના ત્રણ દિવસ પછી પણ પોલીસ બાળક કે અપહરણકારને શોધી શકી નથી.


Google NewsGoogle News