Get The App

સ્વાઇન ફ્લૂની સારવાર લેતી ૭૦વર્ષની મહિલાનું મોત થયું

સયાજીમાં ૬૫વર્ષની મહિલા શંકાસ્પદ સ્વાઇન ફ્લૂની સારવાર હેઠળ

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
સ્વાઇન ફ્લૂની સારવાર લેતી ૭૦વર્ષની મહિલાનું મોત થયું 1 - image

વડોદરા,માંજલપુર વિસ્તારમાં રહેતી ૬૫ વર્ષની મહિલા માંજલપુર વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ લક્ષણો સાથે  સારવાર લેતી હતી. તે દરમિયાન તેનું મોત થયું છે.

શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતી ૭૦ વર્ષની મહિલાની તબિયત અઠવાડિયા  પહેલા લથડી હતી. જેના કારણે વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. શરદી ખાંસીના લક્ષણો હોવાના કારણે  કોરોના અને સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ કઢાવવામાં આવ્યો હતો. સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ લક્ષણો ધરાવતી વૃદ્ધાની સારવાર ચાલી રહી હતી. ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતી વૃદ્ધાનું આજે મોત નિપજ્યું હતું. જ્યારે સ્વાઇન  ફ્લૂનો લક્ષણો સાથે  ૬૫ વર્ષની મહિલા સયાજી  હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે.

જ્યારે શહેરમાં ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના બે કેસ નોંધાયા છે. વારસિયામાં ચિકનગુનિયાનો પોઝિટિવ કેસ તેમજ માણેજામાં ડેન્ગ્યૂનો એક પોઝિટિવ કેસ આરોગ્ય વિભાગની ટીમને મળ્યો છે.


Google NewsGoogle News