DBFOM ધોરણે ડ્રેનેજ નેટવર્કની સફાઈનો 7 વર્ષનો કોન્ટ્રાક્ટ રાજ્ય સરકારે નિયુક્ત કરેલી કંપનીને પધરાવી દેવાનો કારસો

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
DBFOM ધોરણે ડ્રેનેજ નેટવર્કની સફાઈનો 7 વર્ષનો કોન્ટ્રાક્ટ રાજ્ય સરકારે નિયુક્ત કરેલી કંપનીને પધરાવી દેવાનો કારસો 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 07 ફેબ્રુઆરી 2024 બુધવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ સફાઇની કામગીરી ઝડપી બનાવવા માટે GUDM દ્વારા નિયુકત કરેલા ઇજારદારને પ્રાયોગિક ધોરણના બદલે સળંગ સાત વર્ષનો કોન્ટ્રાક્ટ આપવાની પેરવી થતા વિવાદ સર્જાયો છે. 

જી યુ ડી એમ વિભાગ એ નગરપાલિકાઓ માટે કરેલા પરીપત્રમાં મહાનગરપાલિકા નો ઉલ્લેખ કર્યો નથી ત્યારે મે. મેટ્રો વેસ્ટ હેન્ડલીંગ પ્રા.લી. દિલ્હી પાસેથી ડિઝાઇન બિલ્ડ ફાઈનાન્સ ઓપરેટ એન્ડ મેઇન્ટેન (DBFOM) ધોરણે અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્કની સફાઇ માટે ૫ નંગ ૨૮ ટન વ્હીકલ માઉન્ટેડ હાઇ કેપીસીટી સકશન અને જેટીંગ મશીન સુએઝ વોટર રીસાયકલીંગ સીસ્ટમ ૭ વર્ષના સમયગાળા માટે થનાર ખર્ચ રૂ.૫૬.૯૨ કરોડને મંજૂરી આપવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ થઈ છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ સફાઇની કામગીરી ઝડપી બનાવવા માટે ૩ નંગ વ્હીકલ માઉન્ટેડ હાઇ કેપીસીટી સકશન અને જેટીંગ મશીન સુએઝ વોટર રીસાયકલીંગ સીસ્ટમ ખરીદી કરી વડોદરા કોર્પોરેશનને ફાળવી આપવા માટે રજૂઆત ગુજરાત શહેરી વિકાસ મિશન, ગાંધીનગરને કરવામાં આવી હતી. દ્વારા તેઓ દ્વારા નગરપાલિકાઓ માટે ડ્રેનેજ સફાઇ માટે PPP-GCC મોડેલથી મશીનરી સીસ્ટમ ભાડેથી લેવામાં આવી છે. જે પ્રમાણેની શરતો મુજબ વડોદરા કોર્પોરેશન માટે પાંચ નંગ વ્હીકલ માઉન્ટેડ હાઇ કેપીસીટી સકશન અને જેટીંગ મશીન સુએઝ વોટર રીસાયકલીંગ સીસ્ટમ ભાડેથી લેવા જણાવેલ છે.       

વધુમાં GUDM દ્વારા આ સીસ્ટમ મે મેટ્રો હેન્ડલીંગ પ્રા.લી., દિલ્હીને ૧૫૬ નગરપાલિકા માટે Design, Build-Finance-operate-Maintain DBFOM ધોરણે અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્કની સફાઇ માટે આ સીસ્ટમ ૭ વર્ષના સમયગાળા માટે રૂ.૬૭૭૭ પ્રતિ કલાક પ્રતિ મીની ૧૮.૫ ટન રીસાયકલીંગ સીસ્ટમ માટે અને રૂ.૩૬૩૬.૦૦ પ્રતિ કલાક પ્રતિ ૭ ટન GVW ચેચીસ રીસાયકલીંગ સીસ્ટમ માટે ભાડે લઇ ૧૫૬ નગરપાલિકાઓને ફાળવેલ છે. વધુમાં GUDM દ્વારા નિયુકત કરેલ ઇજારદાર મે મેટ્રો વેસ્ટ હેન્ડલીંગ પ્રા.લી., દિલ્હીએ તેઓના પત્ર તા.૧૩-૯-૨૩ થી વડોદરા શહેરની અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્કની સફાઇ માટે ૧૮.૫ ટન વ્હીકલ માઉન્ટેડ હાઇ કેપીસીટી સકશન અને જેટીંગ મશીન સુએઝ વોટર રીસાયકલીંગ સીસ્ટમ બદલે ૨૮ ટન ચેચીસ રીસાયકલીંગ સીસ્ટમ GUDM દ્વારા ૧૮.૫ ટન માટે મંજુર કરવામાં આવેલ ભાવે અને શરતો પ્રમાણે સપ્લાય કરવા સંમતિ આપેલ છે.  તેમજ સ્માર્ટ સીટી પ્રોજેકટ અંતર્ગત ૧ નંગ ૨૮ ટન વ્હીકલ માઉન્ટેડ હાઇ કેપીસીટી સકશન અને જેટીંગ મશીન સુએઝ વોટર રીસાયકલીંગ સીસ્ટમ ચેચીસ રીસાયકલીંગ સીસ્ટમ ખરીદ કરી હાલ ઓ. એન્ડ એમ.ના ઇજારાની કામગીરી કાર્યરત છે જેની કામગીરી સંતોષકારક જણાય છે. વડોદરા મહાનગરપાલિકા માટે GUDM દ્વારા નિયુકત કરેલ ઇજારદાર મે .મેટ્રો વેસ્ટ હેન્ડલીંગ પ્રા.લી., દિલ્હીના ભાવોએ અને શરતોએ Design, Build-Finance-operate- Maintain DBFOM ધોરણે વડોદરા શહેરની અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્કની સફાઇ માટે સદર ૨૮ ટન GVWBS V। ચેચીસ રીસાયકલીંગ ૦૫ નંગ સીસ્ટમ ૭ વર્ષના સમયગાળા માટે ભાડેથી લેવી વધુ હિતાવહ જણાય છે જે માટે GUDM ના વર્ક ઓર્ડર અનુસાર થનાર ખર્ચ, ભાવ અને શરતો મુજબ મીની ૧૮.૫ ટન ચેચીસ રીસાયકલીંગ સીસ્ટમ ૨૮ ટન GVW BS VI ચેચીસ રીસાયકલીંગ  સીસ્ટમ કલાકનો ભાવ. રૂ. ૬૭૭૭ ૮ કલાકની શીફટનો ભાવ રૂ.૫૪૨૧૬ ૧ સીસ્ટમનો ૧ વર્ષનો ખર્ચ (મીની ૩૦૦ શીફટ પ્રતિ વર્ષ) રૂ.૧,૬૨,૬૪,૮૦૦અને પાંચ સીસ્ટમનો ૧ વર્ષનો ખર્ચ (મીની ૩૦૦ શીફટ પ્રતિ વર્ષ) રૂ.૮,૧૩,૨૪,૦૦૦ પાંચ સીસ્ટમનો ૭ વર્ષનો ખર્ચ (મીની ૩૦૦ શીફટ પ્રતિ વર્ષ) રૂ.૫૬,૯૨,૬૮૦૦૦ મશીન ઓર્ડર આપ્યથી ૯ માસની સમય મર્યાદામાં કામગીરી માટે ડીલીવર્ડ કરવાના રહેશે.


Google NewsGoogle News