સ્વાઇન ફ્લૂની સારવાર લેતા ૫૭ વર્ષના દર્દીનું મોત

દર્દીને કેન્સર, ડાયાબિટીસ, હૃદય રોગ તથા ટીબીની બીમારી પણ હતી

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News
સ્વાઇન ફ્લૂની સારવાર લેતા ૫૭ વર્ષના દર્દીનું મોત 1 - image

 વડોદરા,માંજલપુર વિસ્તારના ૫૭ વર્ષના વ્યક્તિનું સ્વાઇન ફ્લૂની સારવાર દરમિયાન મોત થયું છે. જોકે, દર્દીને અન્ય ચાર થી પાચં ગંભીર પ્રકારની બીમારી પણ  હતી. 

શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા ૫૭ વર્ષના દર્દીની છેલ્લા કેટલાક દિવસથી તબિયત બગડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન છેલ્લા ચાર દિવસથી તેઓની વધુ તબિયત બગડતા ફ્લૂનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. રિપોર્ટ  પોઝિટિવ આવતા સ્વાઇન ફ્લૂની સારવાર શરૃ કરવામાં આવી હતી. દરમિયાન ગઇકાલે તેઓની તબિયત વધારે બગડતા તેઓને સયાજી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા. સયાજી હોસ્પિટલના ડોક્ટર્સે દર્દીની સારવાર શરૃ કરી હતી. પરંતુ, તે બચી શક્યા નહતા. સયાજી હોસ્પિટલના આર.એમ.ઓ.ડો. ડી.કે. હેલૈયાએ જણાવ્યું હતું કે, દર્દીને કેન્સર, ડાયાબિટીસ, હૃદય રોગ તથા ટીબીની બીમારી પણ હતી. પેશન્ટને ખાની હોસ્પિટલમાથી સયાજીમાં શિફ્ટ કરવામાં આવ્યા ત્યારે જ તેઓની હાલત અત્યંત નાજુક હતી.


Google NewsGoogle News