કિડનીની બીમારીથી કંટાળીને ૫૫ વર્ષના પ્રૌઢનો આપઘાત

પુત્રીને ઝેરોક્સ કઢાવવા મોકલ્યા પછી ઘરે ફાંસો ખાઇ લીધો

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
કિડનીની બીમારીથી કંટાળીને ૫૫ વર્ષના પ્રૌઢનો આપઘાત 1 - image

વડોદરા,કિડનીની બીમારીથી પીડાતા પંચાવન વર્ષના પ્રૌઢે ઘરે ઓઢણી વડે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. જે અંગે માંજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મકરપુરા જી.આઇ.ડી.સી. કોલોનીમાં રહેતા ૫૫ વર્ષના રાજુભાઇ પપાયન મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલી પ્રોજીટ્રોનિક્સ કંટ્રોલ ખાતે નોકરી કરે છે. આજે બપોરે તેમણે પુત્રીને કોલ કરીને ઓફિસેથી ઘરે લેવા આવવા માટે બોલાવી હતી. પુત્રી આવતા તેઓ ઘરે ગયા હતા. ઘરે ગયા પછી તેમણે પુત્રીને ઝેરોક્સ કઢાવવા મોકલી હતી. પુત્રી ઝેરોક્સ  કઢાવીને પરત આવી ત્યાં સુધીમાં રાજુભાઇએ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. પોલીસને જાણ કરવામાં આવતા માંજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે, રાજુભાઇની બંને કિડની ફેલ થઇ ગઇ હતી. તેમના પત્નીએ એક કિડની ડોનેટ કરી હતી. તેમછતાંય તેઓને તકલીફ રહેતી હતી. તેના કારણે જે તેમણે જીવન ટૂંકાવી દીધું હતું.


Google NewsGoogle News