50 વર્ષ જૂના ભાડવાતે ત્રાહિતને દુકાન ભાડે આપી દીધી,મૂળ માલિક પહોંચ્યા તો ધક્કો મારીને કાઢી મૂક્યા
વડોદરાઃ જૂના છાણી જકાતનાકા વિસ્તારમાં ૫૦ વર્ષ પહેલાંના ભાડવાતે દુકાનનું ભાડું ચૂકવવાનું બંધ કર્યા બાદ ત્રાહિત વ્યક્તિને દુકાન આપી દઇ ભાડુ વસૂલવા માંડતા આખરે મૂળ માલિકે પોલીસ ફરિયાદ કરી છે.
નિઝામપુરાની દીપ મંગલ સોસાયટીમાં રહેતા આનંદ ટાંકે પોલીસને કહ્યું છે કે,મારા પિતાએ વર્ષ-૨૦૧૭માં સંપત્તિબે ગુર્જરને દુકાન ભાડે આપી હતી.પરંતુ ત્યારબાદ તેઓ ભાડુ નહિં આપતા હોવાથી અને દુકાન પણ ખાલી નહિં કરતા હોવાથી મારા પિતાએ મને સત્તા આપી હતી.
વર્ષ-૨૦૦૯માં ભાડવાત સંપત્તિબેનના પુત્ર સંજય ગિરીરાજ ગુર્જર(લક્ષ્મીનગર, નર્મદા કેનાલ પાસે,છાણી)એ આ દુકાન જશવંતભાઇ અંબાલાલ ઠક્કર(વિર નગર સોસાયટી,ન્યુ વીઆઇપીરોડ)ને ભાડે આપી તેમની પાસે ભાડુ લેવાનું શરૃ કર્યું હતું.વર્ષ -૨૦૧૯માં મેં દુકાન ખાલી કરવા માટે કહેતાં મને ધમકાવ્યો હતો.
આનંદભાઇ એ કહ્યું છે કે, સપ્ટેમ્બર-૨૦૨૨માં આ દુકાનમાં જશવંતભાઇ અને અનવર કરીમ પરમાર(પન્નાલાલની ચાલી, નવાયાર્ડ)એ સાંઇ સર્વિસ સ્ટેશન બનાવ્યું હોવાની જાણ થતાં હું તપાસ માટે ગયો હતો.જે વખતે તેમણે મને અહીં આવવું નહિં તેમ કહી ધક્કો મારી ને કાઢી મૂક્યો હતો.જેથી ફતેંગંજ પોલીસે ચારેય આરોપી સામે લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધ્યો છે.