રાવપુરા કાપડી પોળના ૪૪ વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી મોત
રાતે નોકરીથી ઘરે આવ્યા પછી દુખાવો શરૃ થતા સયાજીમાં સારવાર માટે લઇ ગયા
વડોદરા,નોકરીથી ઘરે પરત આવીને સૂઇ ગયેલા ૪૪ વર્ષના યુવાનને ડાબા ખભે દુખાવો થયા પછી અચાનક ઉલ્ટીઓ શરૃ થઇ હતી. તેઓને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા.પરંતું, તેઓનું મોત થયું હતું.
રાવપુરા કાપડી પોળ ગજાનંદ કોમ્પલેક્સમાં રહેતા ૪૪ વર્ષના અજય નારાયણભાઇ સાલેકરને આજે સવારે પોણા છ વાગ્યે ઘરે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ,સારવાર મળે તે અગાઉ જ તેઓનું મોત થયું હતું. અજયનું હાર્ટ એટેકથી જ મોત નિપજ્યું હોવાની શક્યતા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, અજય સાલેકર ગઇકાલે રાતે નોકરી પરથી આવ્યા પછી સૂઇ ગયા હતા. રાતે તેઓને ડાબા ખભે દુખાવો થતા પત્નીને કહ્યું હતું. થોડીવાર પછી તેઓને ઉલ્ટીઓ શરૃ થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો.