Get The App

૪૦ વર્ષના ડિવોર્સી દ્વારા ૧૬ વર્ષની કિશોરીને પ્રેમ સંબંધ માટે ધમકી

તને મારી નાંખીશ અને હું પણ મરી જઇશ : આરોપીની ધરપકડ

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
૪૦ વર્ષના ડિવોર્સી દ્વારા ૧૬ વર્ષની કિશોરીને  પ્રેમ સંબંધ માટે ધમકી 1 - image

૪૦ વર્ષના ડિવોર્સી દ્વારા ૧૬ વર્ષની કિશોરીને ધમકાવી પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરવામાં આવતું હતું. જે અંગે  પાણીગેટ  પોલીસે ગુનો દાખલ કરી  આરોપીની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો છે.

મળતી માહિતી મુજબ, વાઘોડિયા રોડ મહેશ કોમ્પલેક્સની સામે પુનિત નગર સોસાયટીમાં રહેતો ૪૦ વર્ષનો સંદિપ અરવિંદભાઇ બારોટ પેટ્રોલ પંપ પર નોકરી કરે છે. પત્ની સાથે મનદુખ થતા તેણે ડિવોર્સ લઇ લીધા હતા. પત્નીના સગામાં થતી ૧૬ વર્ષની કિશોરી  પર તે મોહી પડયો હતો. ધો.૧૦ માં ભણતી  કિશોરીને તે ધમકી આપતો હતો કે, તું મારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો હું મરી જઇશ અને તને  પણ મારી નાંખીશ. તેની ધમકીથી કિશોરી ગઇ હતી. કિશોરીના પરિવારને આ અંગેની જાણ થતા તેમણે પાણીગેટ  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.


Google NewsGoogle News