કરજણની ૪ વર્ષની બાળકીમાં ચાંદીપુરાના લક્ષણો જણતા સયાજીમાં દાખલ
છોટાઉદેપુરની ૩ વર્ષની બાળકીની તબિયત સુધરતા હોસ્પિટલમાંથી રજા અપાઇ
વડોદરા,સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર લેતી એક બાળકીની તબિયત સુધરતા તેને રજા આપવામાં આવી છે. જ્યારે કરજણની ૪ વર્ષની બાળકીમાં ચાંદીપુરાના લક્ષણો જણાતા તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે.
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર લેતી છોટાઉદેપુરની ૩ વર્ષની બાળકી ગત તા.૨૬ મી જુલાઇએ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઇ હતી. તેની તબિયત સુધરતા તેને રજા અપાઇ છે. જોકે, તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે કરજણ નવીનગરીમાં રહેતી બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાઇ આવતા તેને સારવાર માટે કરજણ સીએચસી માં દાખલ કરવામાં આવી હતી. જ્યાંથી તેને વધુ સારવાર માટે આજે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના પાંચ બાળકો સારવાર લઇ રહ્યા છે. જે પૈકી ત્રણ બાળકો આઇ.સી.યુ.માં છે.