શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર લેતા ૪ વર્ષના બાળકનું મોત

સયાજીમાં નવા બે બાળકો સારવાર માટે દાખલ : કુલ ૧૪ બાળકો સારવાર હેઠળ

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર લેતા ૪ વર્ષના બાળકનું મોત 1 - image

વડોદરા,શહેરની ગોત્રી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરાની સારવાર લેતા રાજપીપળાના ૪ વર્ષના બાળકનું મોત થયું છે. જોકે, બાળકનો  રિપોર્ટ હજી  આવ્યો નથી. આજે સયાજી  હોસ્પિટલમાં નવા બે દર્દીઓ સારવાર માટે દાખલ થયા છે.

શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો સાથે રાજપીપળાના નેત્રંગનો ૪ વર્ષનો બાળક ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હતો. ગઇકાલે રાતે સારવાર દરમિયાન તેનું મોત થયું છે. બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ હજી  પેન્ડિંગ છે. જ્યારે સયાજી હોસ્પિટલમાં આજે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર માટે વધુ બે બાળકો દાખલ થયા છે. સયાજીમાં હાલમાં ૧૪ બાળકો ચાંદીપુરા વાયરસની સારવાર લઇ રહ્યા છે. જે  પૈકી ૭ બાળકો આઇ.સી.યુ.માં અને ૭ બાળકો વોર્ડમાં સારવાર લઇ  રહ્યા છે.


Google NewsGoogle News