Get The App

ઓનલાઇન ઠગાઈ કરતી ગેંગમાં કોલર તરીકે 30 ટકા કમિશનથી કામ કરનાર પકડાયો

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
ઓનલાઇન ઠગાઈ કરતી ગેંગમાં કોલર તરીકે 30 ટકા કમિશનથી કામ કરનાર પકડાયો 1 - image

વડોદરા,તા.27 ડિસેમ્બર 2023,બુધવાર

શેર બજારમાં રોકાણ કરવાના નામે ઓનલાઈન ઠગાઈ કરતી ગેંગમાં કોલર તરીકે ભૂમિકા ભજવી લોકોને ફસાવતા વધુ એક આરોપીને વડોદરા સાયબર સેલે દબોચી લીધો છે.

શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના નામે એન્જલ વર્લ્ડમાંથી વાત કરતા હોવાનું કહી પ્રવીણ વરાટ નામના ઇન્વેસ્ટર પાસે રૂ.12 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરનાર ગેંગ સામે વડોદરા સાયબર સેલે ગુનો નોંધી તપાસ કરતા બોગસ સીમકાર્ડ તેમજ બોગસ બેન્ક એકાઉન્ટ પુરા પાડનાર એક ડઝન સાગરીતોને ઝડપી પાડ્યા હતા.

પોલીસની તપાસ દરમિયાન ગોવિંદજી રમેશજી ઠાકોર (છાબલીયા,વડનગર,મહેસાણા) નામના વધુ એક આરોપીનું નામ ખુલતા તેના પર વોચ રાખી ઝડપી પાડવામાં આવ્યો છે. વડોદરાના ઇન્વેસ્ટર પાસે રૂપિયા પડાવવા માટે ગોવિંદજીએ શિવમ તરીકે ઓળખાણ આપી ઇન્વેસ્ટમેન્ટ માટે લોભામણી વાત કરી હતી. જેના બદલામાં તેને રોડની રકમમાંથી 10 થી 30 ટકા સુધીનું વળતર મળતું હતું.


Google NewsGoogle News