૧૭ વર્ષની કિશોરી ગૂમ થતા અપહરણની ફરિયાદ નોંધાઇ
માતા - પિતાએ ગામમાં તથા સગા સંબંધીઓની ત્યાં તપાસ કરી પણ મળી નહીં
વડોદરા,૧૭ વર્ષની કિશોરી ઘરેથી ક્યાંક જતી રહેતા તેની માતાએ અપહરણની ફરિયાદ અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
શહેર નજીકના એક ગામમાં રહેતા પતિ - પત્ની સફાઇ કામગીરી કરે છે.તેઓને પાંચ સંતાનો છે. મહિલાએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૨૨ મી એ હું તથા મારા પતિ સવારે સાત વાગ્યે એક સોસાયટીમાં સફાઇ કામ કરવા માટે ગયા હતા. ઘરે મારા સાસુ, સસરા અને દીકરીઓ હતા. આખો દિવસ કામ કરીને સાંજે સાત વાગ્યે અમે ઘરે પરત આવ્યા હતા. મારી ૧૭ વર્ષની દીકરી ઘરે નહતી. બીજી દીકરીને પૂછતા તેણે જણાવ્યું કે, ક્યાંક બહાર ગઇ હશે. મોડી રાત સુધી મારી દીકરી ઘરે પરત આવી નહતી. જેથી, આજુબાજુ તપાસ કરી હતી. સગા સંબંધીઓને પણ પૂછ્યું હતું. પરંતુ, મારી દીકરી મળી આવી નહતી. મારી દીકરીને કોઇ ઉપાડી ગયું છે.