વાઘોડિયામાં કિશોરીનો ગળે ફાંસો ખાઈ આપઘાત: પાદરામાં વૃધ્ધે ભૂલથી ઝેરી દવા પીધી
image : Freepik
વડોદરા,તા.1 જાન્યુઆરી 2024,સોમવાર
વડોદરા,તા.1 જાન્યુઆરી 2024,સોમવાર
વાઘોડિયા જીઆઇડીસીના પ્લોટમા પરપ્રાંતિય કિશોરીએ આપઘાત કર્યો છે તો પાદરા તા.ના ચોકારી ગામ ખાતે વૃધ્ધ પિતા એ ભૂલથી ઝેરી દવા પી લીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ બિહારના મધવાપુર ગામના 41 વર્ષના રાજકુમાર મહંતો મજૂરી કામ માટે છેલ્લા કેટલાક સમયથી વાઘોડિયા જીઆઇડીસીના પ્લોટ નંબર 86માં આવીને પરિવાર સાથે રહેતા હતા. તેમની 16 વર્ષની દીકરી રેશમ કુમારીએ ગત બપોરે 1 વાગ્યે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ મોતને વાલુ કર્યું હતું.
વાઘોડિયા પોલીસના કહેવા મુજબ કયા કારણોસર અંતિમ પગલુંભર્યું ? તે જાણવા માટે પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
પાદરા તાલુકાના ચોકારી ગામના ચોરવાડ વિસ્તારમાં રહેતા અજીત ગેમલભાઈ જાદવે વડુ પોલીસને જણાવ્યું હતું કે 31મી તારીખે બપોરે 12:30 વાગ્યે તેમના 55 વર્ષના પિતા ગેમલભાઈ રૂપસંગભાઈ જાદવ ઘરે હતા. ત્યારે ભૂલથી ઝેરી દવા પી લીધી હતી. તેની જાણ થતા તેમને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમણે દમ તોડી દીધો હતો.
વડુ પોલીસના જણાવ્યા મુજબ ગેમલભાઈ છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડિત હતા.