Get The App

૧૫ વર્ષની સગીરા 16 વર્ષના મિત્ર સાથે લગ્ન કરવાની જીદે ચડી,આપઘાતની ધમકી

Updated: Mar 9th, 2024


Google NewsGoogle News
૧૫ વર્ષની સગીરા 16 વર્ષના મિત્ર સાથે લગ્ન કરવાની જીદે ચડી,આપઘાતની ધમકી 1 - image

વડોદરાઃ વડોદરાના છાણી વિસ્તારની એક સગીરાના પ્રેમપ્રકરણથી પરિવારજનોની ઊંઘ ઉડી ગઇ છે.આખરે તેમણે અભયમની મદદથી હાલપુરતી રાહત અનુભવી છે.

૧૫ વર્ષની સગીરા તેના જ વિસ્તારમાં રહેતા સગીર મિત્રના પ્રેમમાં પડી હતી.બંને કાચી ઉંમરના હોવા છતાં લગ્નના બંધનમાં બંધાઇ જવા તૈયાર થયા હતા.જેથી પરિવારજનો પરેશાન થઇ ગયા હતા.

સગીર પ્રેમી કોઇ કામ ધંધો કરતો નહતો.વળી બંનેની ઉંમર પણ લગ્નની નહતી.જેથી પરિવારજનો તેમને સમજાવી રહ્યા હતા.પરંતુ સગીરા પર પરણવાનું ભૂત સવાર થયું હોઇ તે માનવા તૈયાર નહતી.

એક તબક્કે સગીરાએ ફાંસો ખાઇ આપઘાત કરી લઇશ તેવી ધમકી આપતાં પરિવારજનો ગભરાઇ ગયા હતા અને સતત તેની સાથે જ રહેતા હતા.આખરે અભયમની મદદ લેતાં પોલીસ સાથે આવેલી ટીમે  કાયદાકીય સમજ આપી કાઉન્સેલિંગ કરતાં તે માની ગઇ હતી અને કરિયર પર ધ્યાન આપવા ખાતરી આપી હતી.


Google NewsGoogle News