15 વર્ષની વિદ્યાર્થિની જિદે ચડી,મારે અમેરિકા નથી જવું,ફ્રેન્ડ સાથે લગ્ન કરાવો
વડોદરાઃ મકરપુરા વિસ્તારની ૧૫ વર્ષની વિદ્યાર્થિનીની વિચિત્ર જિદને કારણે પરેશાન થઇ ગયેલા પરિવારજનોએ અભયમની મદદ લેવી પડી હતી.
લાડમાં ઉછરેલી સુખી પરિવારની વિદ્યાર્થિનીને અમેરિકામાં સ્ટડી કરાવી સારૃં ભવિષ્ય બનાવવા માટે પરિવારજનોએ તૈયારી કરી હતી.પરંતુ વિદ્યાર્થિની વિદેશ જવા તૈયાર નહતી.
પરિવારજનોએ ખૂબ સમજાવી ત્યારે વિદ્યાર્થિનીએ તેના મનની વાત કહી દીધી હતી અને ૨૩ વર્ષના એક યુવકના પ્રેમમાં હોવાથી તેની સાથે લગ્ન કરાવાની માંગણી કરી હતી.પરિવારજનો પણ તેની માંગણીથી દંગ રહી ગયા હતા.પરંતુ ત્યારબાદ વિદ્યાર્થિની લગ્ન કરવા માટે રીતસરની જિદે ચડી હતી.
આખરે થાકેલા પરિવારજનોએ અભયમની મદદ લીધી હતી.વિદ્યાર્થિનીનું કાઉન્સેલિંગ કરીને તેની હરકતને લીધે બોય ફ્રેન્ડ ગુનામાં ફસાઇ જશે અને તેને જેલ જવું પડશે તેમ કહી કાયદાકીય સમજ આપતાં આખરે તે માની ગઇ હતી અને વિદેશ જવા તૈયાર થતાં પરિવારજનોએ હાશ અનુભવી હતી.