વાડી સ્વામિ નારાયણ મંદિરમાં જ ૧૪ વર્ષની તરૃણી સાથે કોઠારી સ્વામી દ્વારા દુષ્કર્મ
આઠ વર્ષ પછી દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા અનેક અટકળો : પોલીસે મૌન ધારણ કરી લીધું
વડોદરા,વાડી સ્વામિ નારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સામે દુષ્કર્મના ગંભીર આરોપ કરી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જોકે, દુષ્કર્મના આઠ વર્ષ પછી નોંધાવેલી ફરિયાદના પગલે અનેક અટકળો થઇ રહી છે. જે અંગે વાડી પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે. વાડી પી.આઇ. એ ઘટના અંગે કંઇપણ વાત કરવાનું ટાળ્યું હતું.
શહેરમાં રહેતી ૨૩ વર્ષની યુવતી ક્લિનિકમાં નોકરી કરે છે. ધો.૧૨ પછી તેણે અભ્યાસ છોડી દીધો હતો. માર્ચ - ૨૦૧૪ માં તે પ્રથમ વખત વાડી સ્વામિ નારાયણ મંદિરે દર્શન કરવા માટે ગઇ હતી. વર્ષ - ૨૦૧૬ માં યુવતીના પિતા જગત પાવનદાસ ( જે.પી.સ્વામી) સ્વામીના પરિચયમાં આવ્યા હતા. જ્યારે તેના પિતા સાથે મંદિરમાં દર્શન કરવા તરૃણી જતી ત્યારે જગત પાવનદાસ સ્વામી તેની સામે જોયા કરતા હતા.
તે સમયે તરૃણી ધો.૧૦ માં ભણતી હોઇ રાતે પિતાનો મોબાઇલ તેની પાસે રહેતો હતો. એક રાતે સાડા દશ વાગ્યે તરૃણીના પિતાના મોબાઇલ પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવતા તેણે રિસિવ કર્યો હતો. સામે વાત કરનાર વ્યક્તિએ પોતાનો પરિચય વાડી સ્વામિ નારાયણ મંદિરના કોઠારી સ્વામી જગત પાવનદાસ તરીકે આપ્યો હતો. ત્યારબાદ રોજ રાતે જગત પાવનદાસ સ્વામી વોટ્સએપ પર મેસેજ કરતા હતા. તરૃણી પણ વોટ્સએપ પર તેની સાથે વાતચીત કરતી હતી.
જે.પી.સ્વામીએ તરૃણી ને મંદિરમાં બોલાવી કહ્યું કે, રાતે પોણા નવ વાગ્યે આરતી થશે. તે સમયે તું મંદિરના નીચેના રૃમમાં આવીને તારી ગિફ્ટ રિસ્ટ વોચ લઇ જજે. સ્વામીના કહેવા મુજબ, તા. ૧૦ - ૦૯ - ૨૦૧૬ ના રોજ તરૃણી રૃમમાં ગઇ ત્યારે ત્યાં અંધારૃં હતું. જે.પી.સ્વામી તરૃણીને હાથ પકડી રૃમમાં અંદર ખેંચી ગયા હતા. તેમણે રૃમનું બારણું બંધ કરી દઇ લાઇટો ચાલુ કરી હતી. સ્વામીએ તરૃણીના કપડા ઉતારી જબરજસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. તે સમયે તરૃણીની ઉંમર ૧૪ વર્ષ અને ૧૧ મહિનાની હતી. સ્વામીએ ધમકી આપી હતી કે, આ વાત તું કોઇને કહીશ તો તારા પરિવારને જાનથી મારી નાંખીશ. તું મને રોજ વીડિયો કોલ કરજે. હું કહું ત્યારે તારા ન્યૂડ ફોટા પાડીને મને મોકલજે. તેમજ સ્વામી તરૃણીને એવી રીતે પણ ઇમોશનલ બ્લેકમેલ કરતા હતા કે, તું કોઇને આ વાત કહીશ તો હું દવા પી જઇશ.
સ્વામી અવાર - નવાર વીડિયો કોલ કરતા હતા તેમની જીદ્દના કારણે તરૃણીએ તેઓને ન્યૂડ ફોટા અને વીડિયો મોકલ્યા હતા. ત્યારબાદ જે.પી.સ્વામી એવી ધમકી આપતા હતા કે, તું મારી સાથે વાત નહીં કરે તો તારા ન્યૂડ ફોટા અને વીડિયો વાયરલ કરી દઇશ. વાડી પોલીસે ઉપરોક્ત ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સ્વામી બીજા દિવસે સ્કૂલ પર જઇને ગર્ભ નિરોધક ગોળી આપી આવ્યા
વડોદરા, દુષ્કર્મ કર્યાના બીજા દિવસે સ્વામી તરૃણીની સ્કૂલે ગયા હતા. તેમણે તરૃણીને એકાંતમાં બોલાવી ગર્ભ નિરોધક ગોળીઓ આપી ગળી જવા માટે કહ્યું હતું. સ્વામીના કહેવાથી તરૃણીએ ગર્ભ નિરોધક ગોળીઓ ખાઇ લીધી હતી.